(Source: Poll of Polls)
Vaibhav Sooryavanshi: વ્હીલચેયર છોડી વૈભવની સદી જોવા ઉભા થઇ ગયા રાહુલ દ્રવિડ, વીડિયો થયો વાયરલ
Vaibhav Sooryavanshi: આ મેચમાં વૈભવે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

ગુજરાત ટાઇટન્સ સામે વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) આક્રમક બેટિંગ કરી હતી. આ મેચમાં વૈભવે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. વૈભવે 35 બોલમાં સદી ફટકારી હતી. મેચ પછી વૈભવને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. રાહુલ દ્રવિડ વૈભવની સદીની ઉજવણી કરવા માટે પોતાની વ્હીલચેર પરથી ઊભા થઇ ગયા હતા.
Vaibhav Suryavanshi's knock made Rahul Dravid stand up from the wheelchair🫡
— Indian Cricket Team (@incricketteam) April 28, 2025
14 Year old Vaibhav Suryavanshi scores the fastest 100 by an Indian in IPL 🥶#RRvsGT | #VaibhavSuryavanshi | #GTvsRRpic.twitter.com/fpJyffKelA
જ્યારે વૈભવે પોતાની સદી પૂર્ણ કરી ત્યારે રાહુલ દ્રવિડ પોતાની વ્હીલચેર પરથી ઉભા થઇ ગયા હતા અને વૈભવની સદીની ઉજવણી કરવા લાગ્યા હતા. તે બરાબર ઊભા પણ રહી શકતા નહોતા તેમ છતાં તે સૂર્યવંશી માટે ઊભા થઇ ગયા અને ખેલાડીનો ઉત્સાહ વધાર્યો હતો.
મેચ પછી વૈભવે કહ્યું, "આ એક શાનદાર અનુભૂતિ છે. આ IPLમાં મારી પહેલી સદી છે અને આ મારી ત્રીજી ઇનિંગ છે. ટુર્નામેન્ટ પહેલા પ્રેક્ટિસ પછીનું પરિણામ અહીં દેખાય છે. હું ફક્ત બોલ જોઉં છું અને રમું છું. જયસ્વાલ સાથે બેટિંગ કરવી સારી લાગે છે, તે મને શું કરવું તે કહે છે અને તે સકારાત્મક બાબતોનો સમાવેશ કરે છે. IPLમાં સદી ફટકારવાનું મારું સ્વપ્ન હતું અને આજે તે સાકાર થયું છે. કોઈ ડર નથી. હું વધારે વિચારતો નથી, હું ફક્ત રમવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું."વૈભવે પહેલા 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પછી બાકીના 3 બોલમાં 1 રન બનાવ્યો હતો.
વૈભવ 1.10 કરોડમાં વેચાયો
આઈપીએલ હરાજી દરમિયાન વૈભવને 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. રાજસ્થાને હરાજીના બીજા દિવસે ઊંચી બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વૈભવ માટે આ ખરેખર એક શાનદાર શરૂઆત હતી. IPLમાં આટલી નાની ઉંમરે બહુ ઓછા ખેલાડીઓ આ સિદ્ધિ હાંસલ કરી શકે છે. વૈભવનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લામાં થયો હતો. તે બિહાર માટે ઘરેલુ ક્રિકેટ રમે છે.




















