9 વર્ષ બાદ RCB ની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલીફાયર-1 માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું
IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું હતું.

PBKS vs RCB IPL 2025 Qualifier 1 Highlights: IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ બેંગ્લુરુએ 9 વર્ષ પછી IPL ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અગાઉ, RCB એ 2016 માં IPL ની ફાઇનલ મેચ રમી હતી. આ મેચમાં પંજાબની આખી ટીમ પ્રથમ રમતમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં RCB એ 10 ઓવર બાકી રહેતાં બમ્પર જીત નોંધાવી છે.
Say Hello to the first 𝐅𝐈𝐍𝐀𝐋𝐈𝐒𝐓𝐒 of #TATAIPL 2025 ❤#RCB fans, how elated are you? 🤩
— IndianPremierLeague (@IPL) May 29, 2025
Updates ▶ https://t.co/FhocIrg42l#PBKSvRCB | #Qualifier1 | #TheLastMile | @RCBTweets pic.twitter.com/gmnjZsFWxF
9 વર્ષ પછી ફાઇનલમાં RCB
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે છેલ્લે 2016 માં IPL ફાઇનલ રમી હતી. ત્યારબાદ બેંગ્લોરે ઘણી વખત પ્લેઓફમાં પહોંચ્યું હતું, પરંતુ ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું ન હતું. બેંગ્લોરની જીતનો પાયો સુયશ શર્મા અને જોશ હેઝલવુડે નાખ્યો હતો, જેમણે 3-3 વિકેટ લીધી હતી. બાકીનું કામ ફિલ સોલ્ટે પૂર્ણ કર્યું હતું, જેમણે 27 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતના 3 સૌથી મોટા હીરો હતા. સુયશ શર્મા અને જોશ હેઝલવુડે કેપ્ટન રજત પાટીદારના પહેલા બોલિંગ કરવાના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો. સુયશ શર્માએ 3 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી. બીજી તરફ, જોશ હેઝલવુડે પણ તબાહી મચાવી અને 3.1 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેની ઘાતક બોલિંગનું પરિણામ એ આવ્યું કે પંજાબ તેના હોમ ગ્રાઉન્ડ પર ફક્ત 101 રનના સ્કોર પર સમેટાઈ ગયું. જ્યારે બેટિંગનો સમય આવ્યો ત્યારે RCBનો હીરો ફિલ સોલ્ટ હતો, જેણે 56 રન બનાવ્યા હતા.
પંજાબ હજુ પણ બહાર નથી થયું
પંજાબ કિંગ્સ ભલે પહેલી ક્વોલિફાયર મેચમાં 8 વિકેટથી હારી ગયું હોય પરંતુ તેઓ IPL 2025માંથી બહાર નથી થયા. પંજાબને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન મેળવવાનો ફાયદો મળશે. હવે પંજાબ કિંગ્સનો સામનો બીજા ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેના એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે.
લક્ષ્યનો પીછો કરતી વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત સારી રહી ન હતી અને 30 રનના સ્કોર પર તેને પહેલો ઝટકો લાગ્યો હતો. ફાસ્ટ બોલર કાઈલ જૈમિસનની બોલિંગમાં વિરાટ કોહલી વિકેટકીપર જોશ ઇંગ્લિસના હાથે કેચ આઉટ થયો હતો. કિંગ કોહલીએ બે ચોગ્ગા અને 100 ના સ્ટ્રાઇક રેટની મદદથી 12 રન બનાવ્યા હતા.




















