શોધખોળ કરો

RCB vs GT IPL 2026 ફાઈનલ: જો વરસાદને લીધે મેચ રદ થાય તો કોણ બનશે ચેમ્પિયન? જાણો નિયમો

અમદાવાદમાં 31 મેના રોજ રમાનારી ફાઈનલમાં વરસાદ વિઘ્ન બને તો રિઝર્વ ડે લાગુ પડશે; જો બંને દિવસ ધોવાઈ જાય તો પોઈન્ટ ટેબલના આધારે નક્કી થશે વિજેતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RCB અને GT વચ્ચે IPL 2026 ની ફાઈનલ 31 મેના રોજ રમાશે.
  • વરસાદ પડે તો મેચ રદ કર્યા વિના ઓવર ઘટાડી રમાડાશે.
  • રિઝર્વ ડે પર પણ મેચ શક્ય ન બને તો પોઈન્ટ ટેબલ નક્કી કરશે.
  • RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી ચેમ્પિયન જાહેર થશે.

IPL final rain rules 2026: IPL 2026 ની આખરી જંગ હવે એકદમ નજીક છે. 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે શાનદાર ફાઈનલ મુકાબલો રમાશે. 10 ટીમો, 70 થી વધુ મેચો અને 2 મહિનાની ભારે મહેનત બાદ આ બે મજબૂત ટીમો ટ્રોફી માટે ટકરાવાની છે. RCB ની ટીમે ક્વોલિફાયર 1 જીતીને સીધી ફાઈનલમાં એન્ટ્રી મારી હતી, જ્યારે ગુજરાતે ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી છે. પરંતુ, ક્રિકેટ ચાહકોના મનમાં એક મોટો સવાલ એ છે કે જો આ મહામુકાબલામાં વરસાદ વિલન બને તો શું થશે? જો મેચ રદ થાય તો ચેમ્પિયન કોને બનાવવામાં આવશે? ચાલો, આ અંગેના IPL ના નિયમો વિશે એકદમ સરળ ભાષામાં સમજીએ.

જો 31 મેના રોજ વરસાદ પડે તો શું થશે?

જો 31 મેના રોજ ફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડે છે, તો અમ્પાયર્સનો સૌથી પહેલો પ્રયાસ એ જ દિવસે મેચ પૂરી કરવાનો રહેશે. જો લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહે છે, તો સમય બચાવવા માટે ઓવરની સંખ્યા ઘટાડી દેવામાં આવશે. મેચનું પરિણામ લાવવા માટે વધારાની 120 મિનિટ (2 કલાક) નો સમય પણ એડ કરવામાં આવશે, જેથી દરેક ટીમ ઓછામાં ઓછી 5-5 ઓવરની ઇનિંગ્સ તો રમી જ શકે.

મેચ ન રમાઈ શકે તો લાગુ પડશે 'રિઝર્વ ડે' નો નિયમ

જો વરસાદ રોકાય જ નહીં અને 31 મેના રોજ 5-5 ઓવરની મેચ રમાડવી પણ શક્ય ન બને, તો આ મેચ એ દિવસે રદ કરીને તેને 'રિઝર્વ ડે' એટલે કે બીજા દિવસે (1 જૂન) શિફ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સૂર્યા-ગિલ ટીમની બહાર, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, BCCIએ જાહેર કરી 30 સંભવિત ખેલાડીઓની યાદી

જો રિઝર્વ ડે પણ ધોવાઈ જાય તો કોણ બનશે ચેમ્પિયન?

જો ખરાબ નસીબે 1 જૂન (રિઝર્વ ડે) ના રોજ પણ સતત વરસાદ ચાલુ જ રહે અને મેચ રમાડવી બિલકુલ શક્ય ન બને, તો ફાઈનલ મેચને સંપૂર્ણપણે રદ જાહેર કરવામાં આવશે. આવા સંજોગોમાં મેચનું કોઈ પરિણામ ન આવતા, IPL ના નિયમ મુજબ પોઈન્ટ ટેબલની સ્થિતિ જોવામાં આવશે. લીગ સ્ટેજમાં જે ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર હતી તેને ચેમ્પિયન જાહેર કરી દેવામાં આવશે.

આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને (નંબર 1) રહ્યું હતું, જ્યારે ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને હતું. તેથી, જો વરસાદને કારણે ફાઈનલ મેચ રદ થશે, તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાને કારણે RCB ને IPL 2026 નું ચેમ્પિયન બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર

Frequently Asked Questions

IPL 2026 ની ફાઇનલ મેચ ક્યારે અને ક્યાં રમાશે?

IPL 2026 ની ફાઇનલ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે.

જો ફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડે તો શું થશે?

જો વરસાદ પડે, તો અમ્પાયર્સ મેચ તે જ દિવસે પૂરી કરવાનો પ્રયાસ કરશે. જરૂર પડ્યે ઓવર ઘટાડીને અને 2 કલાકનો વધારાનો સમય આપીને મેચ રમાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

જો વરસાદને કારણે મેચ રમાઈ ન શકે તો શું નિયમ લાગુ પડશે?

જો 31 મેના રોજ વરસાદને કારણે મેચ રમાવી શક્ય ન બને, તો તેને 'રિઝર્વ ડે' એટલે કે બીજા દિવસે (1 જૂન) શિફ્ટ કરવામાં આવશે.

જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે અને મેચ રદ થાય તો કોણ ચેમ્પિયન બનશે?

જો રિઝર્વ ડે પર પણ વરસાદને કારણે મેચ રદ થાય, તો લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

વરસાદને કારણે મેચ રદ થાય તો IPL 2026 ની ટ્રોફી કોને મળશે?

જો વરસાદને કારણે ફાઇનલ મેચ રદ થાય, તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલું RCB ચેમ્પિયન બનશે, કારણ કે તેઓ આ સિઝનમાં ટોચ પર રહ્યા હતા.

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget