RCB vs LSG: હાર બાદ આરસીબીને વધુ એક મોટો ઝટકો, કેપ્ટનને ચૂકવવા પડશે આટલા લાખ રૂપિયા, જાણો શું થયુ.....
આ મેચ બાદ ધીમા ઓવર રેટના કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે.
RCB Slow Over Rate: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ માટે સોમવારની રાત્રે (10 એપ્રિલ) ડબલ માર પડ્યો છે, એક તો તેમની ટીમે જીતેલી બાઝી હાથમાં ગુમાવી દીધી ચે. બીજુ એ છે કે આ મેચ બાદ ધીમા ઓવર રેટના કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે.
સોમવારે રાત્રે રમાયેલી લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મેચમાં જ્યારે LSG ના બેટ્સમેન માર્કસ સ્ટૉઇનિસ અને પછી નિકોલસ પૂરન RCB બૉલર્સની ધજ્જીયાં ઉડાવી રહ્યાં હતા, ત્યારે RCB ના કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ સતત ફિલ્ડ, બૉલરો અને રણનીતિ બદલી રહ્યો હતો. આ દરમિયાન તેને ખુબ સમય લીધો. પરિણામ એ આવ્યુ કે, RCB નક્કી સમય પર કમ કે કમ ફેંકવાનો આંકડો ના પહોંચી શકી. આવામાં મેચ બાદ IPL કમિટીએ તેના પર દંડ ઠોકી દીધો.
IPL તરફથી જાહેર કરવામાં આવેલુ કે, 'IPLની 15મી મેચ દરમિયાન સામે આવ્યુ કે RCB એ LSG વિરુદ્ધ બેંગ્લુરુના એમ ચિન્નાનસ્વામી સ્ટેડિયમમાં ખુબ ધીમી ઓવર રેટથી બૉલિંગ કરી. આ તે સિઝનમાં આ ટીમ દ્વારા ધીમા ઓવર રેટ સાથે જોડાયેલા IPLના નિમયોને તોડવાનો પહેલો કેસ છે. એટલા માટે RCBના કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
IPL 2023, Faf Du Plessis Reaction: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 15મી મેચ 10 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. છેલ્લા બોલ સુધી મેચ કોણ જીતશે તે નક્કી નહોતું. પરંતુ અંતે લખનઉની ટીમનો વિજય થયો હતો. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. લખનઉએ જીત માટેનો 213 રનનો ટાર્ગેટ છેલ્લા બોલે 9 વિકેટના નુકસાને પૂરો કર્યો હતો. લખનઉ સામેની હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ખૂબ જ નિરાશ દેખાતો હતો. મેચ બાદ તેણે કહ્યું હતું કે જીતવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
RCBની સતત બીજી હાર
IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સતત બીજી હાર છે. RCB 2 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની જોરદાર જીત બાદ બીજી જીતની શોધમાં હતી. 6 એપ્રિલે બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 81 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અને 10 એપ્રિલે લખનઉએ તેને 1 વિકેટથી હરાવ્યું હતું. સતત 2 હાર બાદ RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે સરકી ગઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં બેંગ્લોરના 3 મેચમાંથી 2 પોઈન્ટ છે.
Kohli openly mocked Ashwin for his mankad episode. But now goes on to support Harshal's attempt... Paji @imVkohli #RCBvsLSG #harshalpatel #dineshkarthik pic.twitter.com/tB5JwoWGlR
— lokesh inani (@InaniLokesh) April 10, 2023
Virat Kohli is letting LSG and KL Rahul know that he rules the kingdom of Bangalore. He is THE KING. #RCBvsLSG #IPLT20 pic.twitter.com/LLYhmXlNcW
— Ridhima Pathak (@PathakRidhima) April 10, 2023
RCB fans are just Indian version of Bangladesh Cricket fans…
— vamsi (@urstruly_vamsi) April 10, 2023
Vintage RCB Choked again 🫣#RCBvsLSG pic.twitter.com/kP8Mu7SNfw