CSK vs RCB: બેંગ્લોરે ચેન્નાઈને 13 રનથી હરાવ્યું, હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી, ચેન્નાઈ લગભગ પ્લેઓફથી બહાર
IPL 2022 ની 49મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ જેમાં બેંગ્લોરે ચેન્નાઈને 13 રને હરાવ્યું છે.
IPL 2022 ની 49મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ જેમાં બેંગ્લોરે ચેન્નાઈને 13 રને હરાવ્યું છે. IPL 2022માં ચેન્નાઈની આ 7મી હાર છે. આરસીબી તરફથી મહિપાલ લોમરોરે 42 રનની સારી ઇનિંગ રમી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલ અને હર્ષલ પટેલે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ અડધી સદી ફટકારી હતી. જો કે ચેન્નાઈની હાર સાથે તેની આ અડધી સદી વ્યર્થ ગઈ છે. CSK તરફથી મહેશા તિક્ષાનાએ 3 વિકેટ ઝડપી હતી.
RCB દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરતા ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે CSK માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ઋતુરાજ 23 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કોનવેએ જોરદાર અડધી સદી ફટકારી હતી. તેણે 37 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. રોબિન ઉથપ્પા એક રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. અંબાતી રાયડુ 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.
મોઈન અલીએ 34 રનની મહત્વની ઈનિંગ રમી હતી. તેણે 27 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજા કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 3 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ માત્ર 2 રન બનાવીને આગળ ગયો હતો. પ્રિટોરિયસે ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સફળ ન થઈ શક્યો. તેણે 8 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા.
આરસીબી તરફથી હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 35 રન આપ્યા. ગ્લેન મેક્સવેલે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાહબાઝ અહેમદે 3 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી. જોસ હેઝલવુડે 4 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી. વનિન્દુ હસરંગાએ પણ એક વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે મહિપાલ લોમરોરે 42 રન બનાવ્યા હતા. તેણે 27 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 38 રન બનાવ્યા હતા. તેણે 22 બોલનો સામનો કર્યો અને 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 30 રન બનાવ્યા હતા. કોહલીએ 33 બોલનો સામનો કરીને 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. દિનેશ કાર્તિક 26 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 17 બોલમાં 2 સિક્સ અને 1 ફોર ફટકારી હતી.
ચેન્નાઈ તરફથી શાનદાર બોલિંગ કરતી વખતે મહેશે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મોઈન અલીએ 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રિટોરિયસે 3 ઓવરમાં 42 રન આપીને એક વિકેટ લીધી હતી. આ સિવાય કોઈપણ બોલરને સફળતા મળી નથી.