શોધખોળ કરો

RR vs GT Qualifier 2: વરસાદના કારણે ધોવાઈ જાય રાજસ્થાન અને ગુજરાતની મેચ તો કોણ પહોંચશે ફાઈનલમાં? જાણો નિયમ

RR vs GT Qualifier 2:  IPL 2029ની બીજી ક્વોલિફાયર મેચ 29 મેના રોજ રમાવાની છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ મુલ્લાનપુરમાં રમાશે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૯ મેના રોજ મુલ્લાનપુરમાં ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાન રોયલ્સ ટકરાશે.
  • મેચ રદ થયે, પોઈન્ટ ટેબલ પ્રમાણે ગુજરાત ફાઇનલમાં જશે.
  • વરસાદ પડે તો મેચ પાંચ ઓવરની કરવામાં આવશે.
  • વરસાદની ઓછી શક્યતા રહેલી છે.

RR vs GT Qualifier 2:  IPL 2029ની બીજી ક્વોલિફાયર મેચ 29 મેના રોજ રમાવાની છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ મુલ્લાનપુરમાં રમાશે. આ જ મેદાન પર એલિમિનેટર મેચ રમાઈ હતી. ક્વોલિફાયર 2નો વિજેતા ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ફાઇનલ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે.

ફાઇનલ પહેલા બધાની નજર ક્વોલિફાયર 2 પર રહેશે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો મુકાબલો રોમાંચક બનવાની ધારણા છે, પરંતુ જો વરસાદ કે અન્ય કોઈ કારણસર બીજી ક્વોલિફાયર મેચ રદ થાય છે તો કોણ બહાર થશે અને કઈ ટીમ ફાઇનલમાં પહોંચશે? અહીં જાણી લો નિયમ.

જો ક્વોલિફાયર 2 રદ થાય છે તો કોણ વિજેતા બનશે?

જો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ક્વોલિફાયર 2ની મેચ વરસાદ કે અન્ય કોઈ કારણસર રદ થાય છે તો ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચશે અને રાજસ્થાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

આ પણ વાંચોઃ GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ

વાસ્તવમાં ફાઇનલ સિવાયની કોઈપણ મેચ માટે IPLમાં રિઝર્વ ડેનો નિયમ નથી. તેથી, જો કોઈ કારણોસર પ્લેઓફ મેચ રદ થાય છે તો પોઈન્ટ ટેબલમાં વધુ સારી સ્થિતિ ધરાવતી ટીમ આગળ વધે છે. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત બીજા સ્થાને અને રાજસ્થાન ચોથા સ્થાને રહ્યું. તેથી ગુજરાત ફાઇનલમાં પહોંચશે, અને રાજસ્થાન બહાર થઈ જશે.

મુલ્લાનપુરમાં હવામાન કેવું રહેશે?

રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ક્વોલિફાયર 2 મેચ 29 મેના રોજ મુલ્લાનપુરમાં રમાશે. 29 મેના રોજ મુલ્લાનપુરમાં આકાશ વાદળછાયું હોઈ શકે છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. સદનસીબે મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

જો ક્વોલિફાયર 2 દરમિયાન વરસાદ પડે તો શું થાય છે?

જો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ દરમિયાન વરસાદ પડે છે તો મેચ અધિકારીઓ, નિયમો અનુસાર, તે જ દિવસે મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. તે જ દિવસે પરિણામ સુનિશ્ચિત કરવા માટે વધારાનો 120 મિનિટનો સમય પણ ઉમેરવામાં આવ્યો છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ રમાડવાનો પ્રયાસ કરવામાં આવશે. જો દરેક ઇનિંગમાં પાંચ ઓવર નહીં રમાય તો મેચ રદ જાહેર કરવામાં આવશે.

ફાઇનલમાં કોને ટિકિટ મળશે?

જો ક્વોલિફાયર 2 મેચ એક પણ બોલ રમ્યા વિના રદ કરવામાં આવે તો પોઈન્ટ ટેબલમાં વધુ સારી સ્થિતિ ધરાવતી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. આના આધારે ગુજરાત ટાઇટન્સ ફાઇનલ માટે ક્વોલિફાય થશે કારણ કે તેઓ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહ્યા હતા, જ્યારે રાજસ્થાન ચોથા સ્થાને હતું. ઇતિહાસમાં આ બીજી વાર બનશે જ્યારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે.

Frequently Asked Questions

RR vs GT ક્વોલિફાયર 2 મેચ ક્યારે અને ક્યાં રમાશે?

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ક્વોલિફાયર 2 મેચ 29 મેના રોજ મુલ્લાનપુરમાં રમાશે.

જો ક્વોલિફાયર 2 રદ થાય તો કઈ ટીમ ફાઇનલમાં જશે?

જો મેચ રદ થાય છે, તો પોઈન્ટ ટેબલમાં વધુ સારી સ્થિતિ ધરાવતી ટીમ ફાઇનલમાં પહોંચશે. ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં જશે અને રાજસ્થાન બહાર થશે.

ક્વોલિફાયર 2 દરમિયાન વરસાદ પડે તો શું કાર્યવાહી કરવામાં આવશે?

જો વરસાદ પડે તો મેચ અધિકારીઓ મેચ તે જ દિવસે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. વધારાનો 120 મિનિટનો સમય પણ ઉમેરવામાં આવ્યો છે.

શું ક્વોલિફાયર 2 માટે કોઈ રિઝર્વ ડે છે?

ના, ફાઇનલ સિવાયની કોઈપણ મેચ માટે IPLમાં રિઝર્વ ડેનો નિયમ નથી. જો મેચ રદ થાય તો પોઈન્ટ ટેબલના આધારે નિર્ણય લેવાશે.

ટોપ સ્ટોરી

IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
બેન સ્ટોક્સ માટે IPLએ બદલ્યો નિયમ, 2027 ઓક્શન માટે બાંગ્લાદેશના 12 ખેલાડીઓ
બેન સ્ટોક્સ માટે IPLએ બદલ્યો નિયમ, 2027 ઓક્શન માટે બાંગ્લાદેશના 12 ખેલાડીઓ
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget