શોધખોળ કરો

IPL-2022 Qualifier 2: આજે ફાઇનલ માટે રાજસ્થાન રોયલ્સ અને બેગ્લોર વચ્ચે જંગ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન ?

IPLના ઈતિહાસમાં આ બંને ટીમો 27 વખત સામ સામે ટકરાઇ છે. જેમાં RCBએ 13 મેચ જીતી છે.

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનની બીજી ક્વોલિફાયર મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભૂતપૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. ગત મેચમાં મળેલી હારને ભૂલીને રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગશે. જ્યારે છેલ્લી મેચમાં જીત બાદ બેંગ્લોરની ટીમનો ઉત્સાહ ટોચ પર છે.

આરસીબીએ પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે એલિમિનેટરમાં લખનઉને હરાવ્યું હતું. રાજસ્થાનની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી. લખનઉ સામેની જીત બાદ આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમદાવાદમાં ફરી રમવા માટે ઉત્સુક છું. અમે અમારા પ્રદર્શનથી ખુશ છીએ અને ખૂબ જ ઉત્સાહિત પણ છીએ.

એલિમિનેટરમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રજત પાટીદાર ફોર્મ જાળવી રાખવા માંગશે. કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પ્રદર્શનમાં સુધારો કરવા માંગશે. RCB માટે 'ફિનિશર'ની ભૂમિકા ભજવી રહેલા દિનેશ કાર્તિક પણ શાનદાર ફોર્મમાં છે.

હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજનું પ્રદર્શન ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. જોશ હેઝલવુડે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી બેગ્લોરને લખનઉ સામે વિજય અપાવ્યો હતો.

બીજી તરફ જોસ બટલર અને સંજુ સેમસન બેગ્લોર માટે પડકાર ઉભો કરી શકે છે. સેમસન સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલવા માંગે છે. અનુભવી ઓફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ગુજરાત સામે ખરાબ ફોર્મમાં દેખાતો હતો.

IPLના ઈતિહાસમાં આ બંને ટીમો 27 વખત સામ સામે ટકરાઇ છે. જેમાં RCBએ 13 મેચ જીતી છે. બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સને માત્ર 11 જીત મળી છે. આ સાથે જ છેલ્લી બે સિઝનમાં બેંગ્લોરે રાજસ્થાનને ચાર વખત હરાવ્યું છે. IPL 2022માં પણ આ બંને ટીમો બે વખત આમને સામને આવી છે જેમાં બંને ટીમો 1-1થી જીતી છે.

આરસીબીની સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, શાહબાજ અહમદ, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવુડ

રાજસ્થાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજૂ સૈમસન, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમેર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝર્વેન્દ્ર ચહલ, ઓબેદ મૈકોય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ

Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Bullet Train Gantry Accident : બુલેટ ટ્રેનની ક્રેન તૂટી , 23 ટ્રેનો રદ્દ ; મુસાફરો રઝળ્યાHun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ

CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 

VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 

Embed widget