IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં સંજુ સેમસનની આગેવાની વાળી રાજસ્થાન રૉયલ્સની ટીમનુ અત્યાર સુધી સારુ પ્રદર્શન રહ્યું છે. ટીમ પૉઇન્ટ ટેબલમાં હાલમાં ત્રીજા નંબર પર છે. રાજસ્થાને અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાંથી 7 મેચો જીતી લીધી છે. જ્યારે 5 મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. 


જો આ સિઝનની સૌથી વધુ છગ્ગા ફટકારનારી ટીમોની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં રાજસ્થાન હાલમાં નંબર પર છે. રાજસ્થાનના દિગ્ગજ બેટ્સમેન જૉસ બટલર, સંજુ સેમસન, શિમરૉન હેટમાયરના કારણે આ મુકામ હાંસલ કર્યુ છે. 


આઇપીએલ 2022માં અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા મારવાના મામલામાં રાજસ્થાન પહેલા નંબર પર છે. તેને કુલ 108 છગ્ગા ફટકાર્યા છે. રાજસ્થાનના 108 છગ્ગામાંથી 79 છગ્ગા જૉસ બટલર, સેમસન અને હેટમાયરે ફટકાર્યા છે. આ મામલામાં બીજા નંબર પર ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ છે, ચેન્નાઇના ખેલાડીઓએ કુલ 91 છગ્ગા ફટકાર્યા છે. વળી કોલકત્તા નાઇટ રાઇડર્સ ત્રીજા નંબર પર છે. શ્રેયસની કેપ્ટનશીપ વાળી કેકેઆરના ખેલાડીઓએ અત્યાર સુધી 89 છગ્ગા માર્યા છે. 


ખાસ વાત છે કે આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવવાના મામલામાં પણ રાજસ્થાનના જ ખેલાડીઓ ટૉપ પર છે. બટલરે અત્યાર સુધી 12 મેચોમાં 625 રન બનાવ્યા છે. 


આ પણ વાંચો......... 


રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


Income Tax Rules: 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ જમા કરવા કે ઉપાડવા પર પાન-આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે


KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો


આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન


ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો


Bank Rules: બેંકના નિયમોમાં થયો મોટો ફેરફાર, ઉપાડ અને જમા કરાવવા પર આપવો પડશે આ દસ્તાવેજ, નહીં તો નહીં મળે રોકડ!