Subramanian Swamy on IPL 2022: બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ IPL 2022માં ગોટાળા થયાનો આરોપ લગાવ્યો છે. તેને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે. નેતાના ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર કેટલાય યૂઝર્સ IPL 2022ના પરિણામો પર સવાલો ઉઠાવવા લાગ્યા છે. કેટલાક યૂઝર્સ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાના સંજૂ સેમસનના નિર્ણયને પણ કંઇક ગોટાળા સાથે જોડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સની ટીમે આઇપીએલ 2022નો ખિતાબ જીત્યો છે, આ ખિતાબ જીત્યા બાદ વિવાદો શરૂ થઇ ગયા છે. 


સુબ્રમણ્યમ સ્વામીએ શું લખ્યું-
સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) લખ્યું- ઇન્ટેલિજન્સ એજન્સીઓનુ માનવુ છે કે IPL ના પરિણામોમાં ધાંધીયા - ગોટાળો થયો છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે તપાસ થવી જોઇએ. આ માટે જનહિત અરજી દાખલ કરવાની જરૂર છે. હવે કેમ કે સરકાર તો આ અરજી દાખલ નહીં કરે કેમ કે અમિત શાહની દીકરો બીસીસીઆઇનો તાનાશાહ બની બેઠો છે. 






ઉલ્લેખનીય છે કે તમામ પૂર્વાનુમાનોની ઉલટ ગુજરાત ટાઇટન્સે IPL ટ્રૉફી જીતી. મેગા ઓક્શન બાદ જ્યારે IPLની તમામ 10 ટીમોની સ્ક્વૉડની તસવીર સ્પષ્ટ થઇ હતી તો કોઇપણ ગુજરાતની જીતનો દાવો ન હતો કર્યો, આ પરંતુ આ ટીમે શરૂઆતથી દમદાર રમત બતાવી, ગુજરાતની ટીમે સૌથી પહેલા પ્લેઓફમાં જગ્યા બનાવી અને બાદમાં ફાઇનલમાં એકતરફી જીત મેળવીને આઇપીએલ ટ્રૉફી કબજે કરી લીધી. 


આ પણ વાંચો...... 


ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ


મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય


EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી


Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ


Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી


Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર