VIDEO-ગુજરાતમાં જલેબી પર તૂટી પડી ચેન્નાઈની ટીમ, કેપ્ટન ધોનીએ પણ માણી લિજ્જત
31 માર્ચે આઇપીએલની 16મી સિઝનનો પ્રારંભ થઇ ગયો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં પહેલી મેચ રમાઇ. અમદાવાદમાં બંને ટીમના ખેલાડીઓએ ફાફડા જલેવીની મોજ માણી હતી.
IPL 2O23:31 માર્ચે આઇપીએલની 16મી સિઝનનો પ્રારંભ થઇ ગયો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં પહેલી મેચ રમાઇ. અમદાવાદમાં બંને ટીમના ખેલાડીઓએ ફાફડા જલેવીની મોજ માણી હતી.
31 માર્ચે આઇપીએલની 16મી સિઝનનો પ્રારંભ થઇ ગયો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં પહેલી મેચ રમાઇ. અમદાવાદમાં બંને ટીમના ખેલાડીઓએ ફાફડા જલેવીની મોજ માણી હતી. અમદાવાદમાં ફાફડા જલેબીની મોજ માણતો વીડિયો પણ વાયરલ થયો છે. વરસાદી માહોલ વચ્ચે ખેલાડીઓ ગરમાગરમ ફાફડનો લિજ્જત માણી હતી.
View this post on Instagram
જો કે આ મેચમાં CSK ટીમે હારનો સામનો કરવો પડ્યો. આઈપીએલ 2023ની પ્રથમ મેચમાં એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સે સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી.
IPL 2023: ગુજરાત સામે સતત ત્રણ હાર બાદ બેહદ નિરાશા થયા એમએસ ધોની, આ ગણાવ્યું હારનું કારણ
GT vs CSK, MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની પહેલી જ મેચમાં ગુજરાત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ચેન્નાઈનો કેપ્ટન એમએસ ધોની ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો.
IPL 2023 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ગુજરાતે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચ દ્વારા CSKને ગુજરાત સામે સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ચેન્નાઈનો કેપ્ટન કૂલ એમએસ ધોની ઘણો નિરાશ દેખાયો અને તેણે મેચ બાદ આ હારનું સાચું કારણ જણાવ્યું.
ધોનીએ હારનું કારણ જણાવ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું, “અમને ખબર હતી કે ત્યાં ઝાકળ પડશે. અમે બેટિંથી થોડું સારું કરી શક્યા હોત. રૂતુરાજ ગાયકવાડ શાનદાર હતો, બોલને સારી રીતે ટાઇમિંગ કરતો હતો અને તેની બેટિંગ જોઈને આનંદ થયો હતો મને લાગે છે કે યુવા ખેલાડીઓનું આવવું જરૂરી છે.
ધોનીએ પોતાના ડેબ્યૂ બોલર રાજવર્ધન હંગરગેકર વિશે વાત કરી. તેણે કહ્યું કે, રાજવર્ધન કેવી રીતે પોતાને વધુ સારો પ્લેયર બનાવી શકે તેના પર કામ કરવું જરૂરી છે. ધોનીએ કહ્યું, “મને લાગે છે કે રાજવર્ધન હંગરગેકરની ઝડપી છે અને તે સમયની સાથે સારો થઈ જશે. મને લાગે છે કે, તેનું બોલિંગ હજુ સુધરશે. સારા થશે, નો-બોલ એવી વસ્તુ છે જે તમારા નિયંત્રણમાં છે, તેથી તમારે તેના પર કામ કરવાની જરૂર છે."
ધોનીએ આગળ ડાબોડી ખેલાડીઓ વિશે વાત કરી. તેણે કહ્યું કે, તે ટીમની બોલિંગમાં કેવી રીતે બોલિંગ સાથે સહજ હતા. CSK કેપ્ટને કહ્યું, “મને લાગ્યું કે, બે ડાબા હાથના બોલર વધુ સારા વિકલ્પ છે. તેથી હું તેમની સાથે ગયો. શિવમ એક વિકલ્પ હતો, પરંતુ હું બોલરો સાથે એકંદરે વધુ સહજ હતો”.