શોધખોળ કરો

CSK ને હરાવ્યા બાદ કિંગ કોહલીનો ધમાકેદાર ડાન્સ, ડ્રેસિંગ રુમનો વીડિયો વાયરલ  

28 માર્ચે રમાયેલી IPL 2025ની 9મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 50 રનથી હરાવ્યું હતું.

Virat Kohli Dance RCB dressing room: 28 માર્ચે રમાયેલી IPL 2025ની 9મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 50 રનથી હરાવ્યું હતું. આ સાથે RCBએ 17 વર્ષ બાદ ચેન્નાઈને ઘરઆંગણે હરાવ્યું. છેલ્લી વખત બેંગલુરુએ ચેન્નાઈને 2008માં 14 રનના માર્જિનથી હરાવ્યું હતું. પરંતુ હવે લાંબા સમય બાદ ચેપોક સ્ટેડિયમમાં આરસીબીનો દબદબો જોવા મળ્યો. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં સ્કોર બોર્ડ પર 196 રન બનાવ્યા હતા. રજત પાટીદારે કેપ્ટનશીપમાં 51 રનની ઇનિંગ રમી હતી. ટીમ ડેવિડે પણ મજબૂત ફિનિશિંગ આપ્યું.  બોલિંગમાં જોશ હેઝલવુડે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. આ જીત બાદ વિરાટ કોહલીની ખુશીની કોઈ સીમા ન રહી. તે ડ્રેસિંગ રૂમમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru)

ચેન્નાઈ સુપર કિંગ્સને 17 વર્ષ બાદ હરાવીને કોહલીનો ડાન્સ 

વાસ્તવમાં ચેન્નાઈને ચેપોકમાં 17 વર્ષ બાદ હરાવ્યા બાદ બેંગલુરુના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા. મેચ પૂરી થયા બાદ કિંગ કોહલીએ ડ્રેસિંગ રૂમમાં ડાન્સ પણ કર્યો હતો, જેનો વીડિયો ટીમે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. વિરાટ અન્ય ખેલાડીઓ સાથે પણ ખૂબ મસ્તી કરતો જોવા મળે છે. તેની ડાન્સિંગ સ્ટાઈલ જોઈને ટીમના બાકીના ખેલાડીઓ પણ ખૂબ એન્જોય કરતા જોવા મળે છે. 2008માં જ્યારે RCBએ CSKને હરાવ્યું ત્યારે વિરાટ ટીમમાં હાજર હતો. આજે 18મી સિઝનમાં પણ તે એ જ ટીમ સાથે ઉભો છે.

બેંગલુરુએ એકતરફી મેચમાં ચેન્નાઈને 50 રનથી હરાવ્યું 

ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે રમાયેલી આ મેચના સ્કોર કાર્ડ પર નજર કરીએ તો RCBની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. તેની તરફથી રજત પાટીદારે સૌથી વધુ 51 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. જવાબમાં 197 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી CSKની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન જ બનાવી શકી હતી. રચિન રવિન્દ્રએ બેટિંગમાં 41 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું અને ટીમને 50 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

RCB IPL 2025 પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર  

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ નવી સિઝનમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં રજત પાટીદારની આગેવાની હેઠળની આરસીબીએ લગભગ એક તરફ જીત મેળવી છે. ઓપનિંગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું, પછી બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટા અંતરથી હરાવ્યું. RCB અત્યારે પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. ટીમનો નેટ રન રેટ પણ +2.266 છે. ટીમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એકદમ ચપળ દેખાય છે. ટીમમાં નવા ફેરફારે અલગ જ રંગ આપ્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget