PBKS vs RCB: ગજબની સ્પીડ! Virat Kohli એ દોડીને લીધા 4 રન, જુઓ VIDEO
વિરાટ કોહલીની ફિટનેસનો કોઈ જવાબ નથી. 36 વર્ષની ઉંમરે પણ તે યુવાનોને ટક્કર આપે છે. વિરાટે હવે પંજાબ કિંગ્સ સામેની મેચમાં દોડીને ચાર રન લીધા હતા.

Virat Kohli Ran 4 runs: વિરાટ કોહલીની ફિટનેસનો કોઈ જવાબ નથી. 36 વર્ષની ઉંમરે પણ તે યુવાનોને ટક્કર આપે છે. વિરાટે હવે પંજાબ કિંગ્સ સામેની મેચમાં દોડીને ચાર રન લીધા હતા. કોહલીએ ફિટનેસના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. સોશિયલ મીડિયા પર વિરાટના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે જ્યારે વિરાટ 4 રન બનાવીને દોડ્યો ત્યારે તેની સાથે દેવદત્ત પડિકલ ક્રિઝ પર હાજર હતો. ટી-20 મેચ દરમિયાન મેદાન બહુ મોટું હોતું નથી, તેથી નાના મેદાન પર બાઇકની સ્પીડમાં ચાર રન લેવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વિરાટ કોહલીએ દોડીને 4 રન બનાવ્યા
આ ઘટના RCBની ઇનિંગની ત્રીજી ઓવરમાં બની હતી. અર્શદીપ સિંહ બોલિંગ કરી રહ્યો હતો અને ઓવરના છેલ્લા બોલ પર દેવદત્ત પડિકલે લેગ સાઇડ પર શોટ રમ્યો અને તરત જ રન માટે ભાગ્યો હતો. ડીપ મિડ-વિકેટ ફિલ્ડર દૂર ઊભો હોવાથી અને બોલની બાઉન્ડ્રી સુધી પહોંચવા માટે પૂરતી ઝડપ ન હોવાથી વિરાટ અને પડિક્કલને એટલો સમય મળ્યો કે તેઓ 4 રન દોડી ગયા હતા.
Virat Kohli and Devdutt Padikkal ran for 4 runs. Not to forget that this guy is gonna turn 37 this year...crazy pic.twitter.com/xpQhyIZxFK
— Ayush (@yush_18) April 20, 2025
ફેન્સ વિરાટ કોહલીની ફિટનેસના દિવાના થઈ ગયા
વિરાટ કોહલી આ વર્ષે 37 વર્ષનો થવા જઈ રહ્યો છે. આ ઉંમરે સારા સારા ક્રિકેટરોનો પણ ડાઉનફોલ શરૂ થઈ જાય છે, પરંતુ વિરાટ સતત ફિટનેસનો નવો અધ્યાય લખી રહ્યો છે. એક પ્રશંસકે લખ્યું કે 36 વર્ષની ઉંમરે, 40 ડિગ્રી તાપમાનમાં કોહલી એવી રીતે દોડી રહ્યો હતો જાણે તે સવારના જોગિંગ માટે બહાર હોય. લોકો વિરાટની ફિટનેસના વખાણ કરવામાં વ્યસ્ત છે.
At 36, in 40-degree heat, he ran 4 runs like it was a morning jog. Age is just a number. Passion is forever. 🐐 #ViratKohli𓃵 #RCBvsPBKS pic.twitter.com/WHnFNQq3lP
— Virat Kohli Trends™ (@TrendVirat) April 20, 2025
હાલ તો સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટપ્રેમીઓ વિરાટ કોહલીની આ ફિટનેસના જોરદાર વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.