મહિલા IPLના આયોજનને લઈ BCCIનું મોટું એલાન, આવતા વર્ષે આ મહિનામાં શરુ થશે મહિલા આઈપીએલ
આઈપીએલ 2022 દરમિયાન હાલમાં જ પુણેમાં મહિલા ટી20 ચેલેન્જનું આયોજન થયું હતું. જેમાં ત્રણ ટીમોએ ભાગ લીધો હતો.
Women’s Indian Premier League: રવિવાર, 29 મેના રોજ પુરુષ આઈપીએલ 2022ની ફાઈનલ મેચ રમાઈ. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું છે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી જ્યાં 1 લાખથી વધુ દર્શકો મેચ જોવા માટે આવ્યા હતા. આઈપીએલ 2022 દરમિયાન મહિલા આઈપીએલના આયોજનની માંગ પણ ઉઠી હતી. ત્યારે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ (BCCI)એ મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈ મોટી જાહેરાત કરી છે.
આ મહિનામાં શરુ થશે લીગઃ
બીસીસીઆઈ રિપોર્ટ અનુસાર, માર્ચ 2023માં મહિલા આઈપીએલ શરુ થવાની સંભાવના છે. જ્યારે અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન સપ્ટેમ્બરમાં થઈ શકે છે. IPL પ્લેઓફ વખતે BCCIએ શેયર હોલ્ડર્સ સાથે માર્ચ 2023માં ટૂર્નામેન્ટની યજમાની કરવા માટે શેડ્યુલ નક્કી કર્યું છે. જો આવું ના થાય તો, સપ્ટેમ્બરમાં બીજા વિકલ્પ રુપે આ લીગનું આયોજન થઈ શકે છે.
ફ્રેંચાઈજીએ રસ બતાવ્યોઃ
આઈપીએલ 2022 દરમિયાન હાલમાં જ પુણેમાં મહિલા ટી20 ચેલેન્જનું આયોજન થયું હતું. જેમાં ત્રણ ટીમો ટ્રેલબ્લેજર્સ, સુપરનોવાજ અને વેલોસિટીએ ભાગ લીધો હતો. સુપરનોવા અને વેલોસિટી વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ જોવા માટે 8 હજાર જેટલા દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જેનાથી મહિલા આઈપીએલના આયોજનની આશાઓ વધી ગઈ છે. મહિલા આઈપીએલની શરુઆત 6 ટીમો સાથે થઈ શકે છે. પુરુષ આઈપીએલની કેટલીક ફ્રેંચાઈજીએ મહિલા ટીમોને ખરીદવા માટે રસ બતાવ્યો છે.
Asia Cup Hockey 2022: ભારતે જીત્યો બ્રૉન્ઝ મેડલ, જાપાનને 1-0થી હરાવ્યુ
Asia Cup Hockey: એશિયા કપમાં ભારતીય ટીમે ફરી એકવાર દબદબો યથાવત રાખ્યો છે. એશિયા કપ હૉકીના ત્રીજા અને ચોથા સ્થાન માટે આ સમય અત્યારે ભારત અને જાપાન વચ્ચે મેચ રમાઇ. આમાં ભારતે જાપાનને 1-0 થી હરાવીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કરી લીધુ છે.
બીજીબાજુ મેલશિયા આજે સાંજે ગૉલ્ડ મેડલ માટે દક્ષિણ કોરિયા (MAS vs KOR) સામે રમશે. ગત ચેમ્પીયન ભારત આ વર્ષે એક યુવા ટીમની સાથે એશિયા કપ રમવા ઉતરી હતી. પૂર્વ હૉકી દિગ્ગજ સરદાર સિંહ (Sardar Singh)ને પહેલીવાર એક કૉચ તરીકે ટીમની કમાન સોંપવામાં આવી હતી.
ભારત તરફથી પહેલો ગૉલ રાજકુમાર પૉલે ફટકાર્યો, પૉલે પહેલા ક્વાર્ટરની 7મી મિનીટમાં ગૉલ ફટકારીને ભારતને 1-0ની લીડ અપાવી હતી.