શોધખોળ કરો
Advertisement
T20 માં ઈશાન કિશને બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જે ધોની પણ નથી બનાવી શક્યો, જાણો વિગત
નવી દિલ્હી: વિકેટકીપર-બેટ્સમન ઈશાન કિશન આઈપીએલ પહેલા જબરજસ્ત ફોર્મમાં નજર આવી રહ્યો છે. ઝારખંડ તરફથી રમી રહેલા 20 વર્ષના આ ક્રિકેટરને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એવું કારનામું કરી બતાવ્યું જે અત્યાર સુધી ટી20 ક્રિકેટમાં કોઈપણ વિકેટ કિપર કેપ્ટન નથી કરી શક્યા. મહેન્દ્રસિંહ ધોની પણ આ કમાલ નથી કરી શક્યા.
ઈશાન કિશને મુલાપાડુ આંધ્રપ્રદેશમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં સતત બીજી સદી બનાવવાનું કારનામું કર્યું છે. તેની સાથે જ કોઈ ટીમના વિકેટ કિપર અને કેપ્ટન તરીકે ટી20 ક્રિકેટમાં સતત બે સદી બનાવવનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. બે દિવસ અગાઉ તેણે જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ મુલાપાડુમાં જ 55 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી.
INDvAUS: આજે પ્રથમ T20, જાણો કેટલા વાગે થશે ટોસ અને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
રવિવારે કેપ્ટન ઈશાન કિશને મુલાપાડુ આંધ્રપ્રદેશમાં મણીપુર વિરુદ્ધ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં 60 બોલમાં 113 રનોની અણનમ તોફાની ઇનિગ રમી હતી. આ દરમિયાન તેણે 5 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સદીની મદદથી ઝારખંડે 20 ઓવરમાં 219/1 રન બનાવ્યા હતા.
ઈશાન કિશન ટી-20માં સતત બે સદી નોંધાવનાર બીજો ભારતીય બેટ્સમેન છે, આ પહેલા દિલ્હીના ઉન્મુક્ત ચંદે 2013માં સતત બે સદી ફટકારી હતી. ટી-20 ઇતિહાસની વાત કરીએ તો ઇશાન કિશન ટી-20માં સતત બે સદી બનાવનાર વિશ્વના આઠમો બેટ્સમેન છે. ઇશાનને આગામી આઈપીએલ માટે મુબંઈ ઇન્ડિયન્સે 6.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
વાંચો: માત્ર 9 રનમાં ઓલ આઉટ થઈ ગઈ ટીમ, 9 ખેલાડી થયા શૂન્યમાં આઉટ
ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા કયા નંબર પર છે, સાઉથ આફ્રિકા કેમ સરકી ગયું ત્રીજા નંબરે, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion