શોધખોળ કરો
Advertisement
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલરનું દક્ષિણ ભારતની હૉટ એક્ટ્રેસ સાથે અફેર, જાણો એક્ટ્રેસે શું કહ્યું?
બૂમરાહને દક્ષિણ ભારતની હોટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે
લંડનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને સેમી ફાઈનલ સુધી લઈ જવામાં ગુજરાતી બોલર જસપ્રિત બૂમરાહનો મોટો ફાળો છે. બૂમરાહ લો પ્રોફાઈલ ક્રિકેટર તરીકે જાણીતો છે અને હજુ સુધી લાઈમલાઈટમાં નથી આવ્યો. હવે બૂમરાહનું નામ પ્રેમ પ્રકરણમાં જોડાયું છે.
બૂમરાહને દક્ષિણ ભારતની હોટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. અનુપમા ભારતની એક માત્ર એવી એક્ટ્રેસ છે કે જેને બૂમરાહ ટ્વિટર પર ફોલો કરે છે. બૂરાહ અને અનુપમા બહાર સાથે ફરવા જતાં હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે.
અનુપમાએ આ વાતોને ખોટી ગણાવી છે. અનુપમાના કહેવા પ્રમાણે, જસપ્રિત અને તે બંને સારાં મિત્ર છે. તેનાથી વધારે બંને વચ્ચે કોઈ નિકટતા નથી કે બંને એકબીજાને ડેટ પણ નથી કરતાં. જો કે ભારતમાં દરેક અભિનેત્રી ક્રિકેટર સાથેના અફેર અંગે પહેલાં આવો જ જવાબ આપતી હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement