સંદીપનો જન્મ 2 ઓગસ્ટ, 2000 એ નેપાલના સ્યાંજલા જિલ્લામાં થયો, તેના પિતા નારાયણ લામિછાને ભારતીય રેલવેમાં કાર્યરત છે. સંદીપે ચોથા ધોરણ સુધી અભ્યાસ ભારતમાં જ કર્યો છે. તેને બાળપણથી ક્રિકેટ રમવાનો જબરદસ્ત શોખ હતો.
3/7
નોંધનીય છે કે, લામિછાનેની પ્રતિભાને સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી ક્લાર્કે ઓળખી અને તેને સિડનીમાં રમવાનું આમંત્રણ આપ્યું હતું. ક્લાર્કની નજર હેઠળ તેને ઓસ્ટ્રેલિયામાં ક્લબ ક્રિકેટ રમી, ક્લાર્કે પોતાની એકેડેમીમાં સંદીપને મફત ટ્રેનિંગ પણ આપી હતી. અત્યાર સુધી તેને 9 મેચ રમી જેમાં તેને 12 વિકેટ મેળવી છે.
4/7
નેપાળના 17 વર્ષના લેગ સ્પિનર સંદીપ લામિછાનેએ શનિવારે રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર વિરુદ્ધ ડેબ્યૂ કર્યુ, આ સાથે જ તે આઇપીએલમાં રમનારો પહેલો નેપાળી ખેલાડી બન્યો હતો. બેગ્લૉર વિરુદ્ધ તેને 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી. સંદીપે નેપાળની રાષ્ટ્રીય ટીમ તરફથી 2016માં અંડર-19 વર્લ્ડકપમાં રમતા જબરદસ્ત પ્રદર્શન કર્યું તેને આયરલેન્ડ સામે હેટ્રિક લેતા મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
5/7
સંદીપ લામિછાને નેપાળી ક્રિકેટ ટીમનો ખેલાડી છે અને હાલ તેને દિલ્હીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે, આઇપીએલમાં નેપાળ તરફથી રમતો આ પહેલો ખેલાડી પણ છે. લામિછાને સામાન્ય રેલવે કર્મચારીનો પુત્ર છે. અહીં સંદીપ લામિછાને વિશે કેટલીક રસપ્રદ માહિતી આપવામાં આવી છે.
6/7
ઉલ્લેખનીય છે કે, રવિવારે રમાયેલી મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 174 રન ફટકાર્યા હતો. આ મેચ મુંબઇ માટે કરો યા કરોનો જંગ હતી જોકે, મુંબઇ 19.3 ઓવરમાં 163 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં મુંબઇને સૌથી વધુ સંદીપ લામિછાને ભારે પડ્યો તેને 4 ઓવરના સ્પેલમાં 36 રન આપીને મહત્વની 3 વિકેટો ખેરવી દીધી હતી. તેને ઓપનર સૂર્યકુમાર યાદવ (12), વિસ્ફોટક બેટ્સમેન કિરોન પોલાર્ડ (7) અને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને (4) પેવેલિયન ભેગા કર્યા હતા.
7/7
નવી દિલ્હીઃ રવિવારે આઇપીએલમાં રમાયેલી દિલ્હી અને મુંબઇ વચ્ચેની મેચ રોમાંચક તબક્કામાંથી પસાર થઇ અને અંતે ડાર્ક હોર્સ ગણાતી દિલ્હીએ મુંબઇની આઇપીએલ-11માંથી બહાર કરી દીધી. આ મેચમાં દિલ્હીની ટીમનો હીરો રહ્યો 18 વર્ષનો નેપાળી ખેલાડી સંદિપ લામિછાને. સંદિપે જબરદસ્ત બૉલિંગનું પ્રદર્શન કરતાં મુંબઇને બહારનો દરવાજો દેખાડી દીધો.