શોધખોળ કરો

પ્રથમ ટી20 પહેલા કયો ખેલાડી 'મારે નથી રમવી સીરીઝ' કહીને ટીમમાંથી અચાનક નીકળી ગયો, શું આપ્યુ કારણ, જાણો વિગતે

સ્ટાર કીવી બૉલર કાઇલી જેમીસને ભારત સામેની પ્રથમ ટી20 પહેલા જ પોતાનુ નામ ટી20 ટીમમાંથી પાછુ ખેંચી લીધુ છે,

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ ટી20 મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે, બન્ને ટીમો આજે સાંજે 7 વાગે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાંથી શરૂઆત કરશે. ટી20 સીરીઝ બાદ બન્ને ટીમો બે ટેસ્ટ મેચોની સીરીઝ રમવાના છે. જોકે, આ પહેલા કીવી ટીમને મોટો ફટકો લાગ્યો છે. કેપ્ટન વિલિયમસન બાદ કાઇલી જેમીસને પણ ટી20 સીરીઝમાંથી અચાનક પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. વર્લ્ડકપ ફાઇનલમાં હાર બાદ ટીમ હવે ટેસ્ટ સીરીઝ પર ફોકસ કરવા માગે છે. 

સ્ટાર કીવી બૉલર કાઇલી જેમીસને ભારત સામેની પ્રથમ ટી20 પહેલા જ પોતાનુ નામ ટી20 ટીમમાંથી પાછુ ખેંચી લીધુ છે, કાઇલી કહ્યું કે મારે ટી20 સીરીઝ નથી રમવી અને હવે હુ મારુ સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ સીરીઝ પર રાખવા માંગુ છું. એક પછી એક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીથી કીવી ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, જોકે, સ્ટાર ખેલાડીઓ ટેસ્ટ સીરીઝમાં વાપસી કરશે. ટી20 સીરીઝની કમાન અત્યારે હંગામી ધોરણે ટિમ સાઉથીને સોંપવામાં આવી છે. 

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં આ વાત સામે આવી હતી, કીવી કૉચ ગેરી સ્ટીડે કહ્યું કે, અમે કેન વિલિયમસન અને કાઇલી જેમીસનની સાથે વાત કરી છે, તેમને ફેંસલો લીધો છે કે, તેઓ આ ટી20 સીરીઝમાં નહીં રમે, વર્ક લૉડ વધી ગયો છે જેથી સળંગ કામ કરશે નહીં, તે બન્ને ટેસ્ટ મેચોની તૈયારીઓમાં જોડાઇ ગયા છે અને મને લાગે છે કે બીજા ઘણા ખેલાડીઓ છે જે કદાચ આખી ટી20 સીરીઝમાં નહીં રમે. કૉચે કહ્યું એ ખેલાડીઓ થાક અનુભવી રહ્યાં છે, પાંચ દિવસમાં ત્રણ ટી20 મેચોની સાથે સાથે ત્રણ અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ પણ કરવાનુ છે, આવામાં આ ખુબ વ્યસ્ત કાર્યક્રમ છે. કૉચ ગેરી સ્ટીડે કહ્યું કે વર્કલૉડને ધ્યાનમાં રાખતા સ્ક્વૉડમાં રહેલા તમામ ખેલાડીઓને મોકો મળશે. 

ટોપ સ્ટોરી

WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
IND vs NZ: વનડે શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો, પ્રસિદ્ધ કૃષ્ણા બહાર! કોને મળશે તક?
IND vs NZ: વનડે શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો, પ્રસિદ્ધ કૃષ્ણા બહાર! કોને મળશે તક?
WPL 2027 ઓક્શન શરુ: કઈ ટીમ પાસે કેટલા સ્લોટ? 150 ખેલાડીઓ પર લાગશે બોલી
WPL 2027 ઓક્શન શરુ: કઈ ટીમ પાસે કેટલા સ્લોટ? 150 ખેલાડીઓ પર લાગશે બોલી
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Embed widget