શોધખોળ કરો
Advertisement
દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથલીટ બની ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા
ફૉર્બ્સ મેગેઝીન અનુસાર નાઓમીએ છેલ્લા 12 મહિનામાં 37.4 મિલિયન ડૉલરની કમાણી કરી છે.
નવી દિલ્હી: જાપાનની ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથલીટ બની ગઈ છે. તેમણે અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સને પછાડી છે.
ફૉર્બ્સ મેગેઝીન અનુસાર નાઓમીએ છેલ્લા 12 મહિનામાં 37.4 મિલિયન ડૉલરની કમાણી કરી છે. આ કમાણી પ્રાઈઝ મની અને જાહેરાતથી કરી છે. એવામાં સેરેના વિલિયમ્સથી આ રકમ 1.4 મિલિયન ડૉલર છે. નાઓમી હવે એવી એથલીટ બની ગઈ છે, જેમણે એક વર્ષમાં એક મહિલા તરીકે સૌથી વધુ કમાણી કરી છે. આ પહેલા આ રેકોર્ડ ટેનિસની ખેલાડી મારિયા શારાપોવાના નામે હતો જેમણે વર્ષ 2015માં 29.7 મિલિયન ડૉલરની કમાણી કરી હતી.
ફોર્બ્સે 1990થી મહિલા ખેલાડીઓની આવકની ગણતરી શરુ કરી છે અને ત્યારથી ટેનિસ ખેલાડીઓ જ તેમાં ટોચ પર રહે છે. બે વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા ઓસાકા ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનારી ખેલાડીઓની યાદીમાં 29માં સ્થાન પર છે. જ્યારે વિલિયમ્સને તેમાં 33મું સ્થાન મળ્યું છે.
ઓસાકાએ વર્ષ 2018માં અમેરિકા ઓપન અને 2019 ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. સતત ચાર વખત ટોચ પર રહેતી વિલિયમ્સને ઓસાકાએ પછાડી દીધીં છે. વિલિયમ્સની કમાણી 18 મિલિયન ડૉલરથી 29 મિલિયન ડૉલર સુધી રહેતી હતી.
23 વર્ષની ઓસાકાએ પોતાના કેરિયરમાં 300 મિલિયન ડૉલર માત્ર અને માત્ર જાહેરાતથીજ કમાવ્યા છે. એવામાં તેમણે 38 વર્ષની વિલિયમ્સને પછાડીને સૌને ચોંકાવી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion