(Source: ECI/ABP News/ABP Majha)
Asian Games 2023: 8મા દિવસે મેડલનો થયો વરસાદ, 3 ગોલ્ડ સાથે ભારતે જીત્યા 15 મેડલ, કુલ આંક 53
Asian Games 2023 Day 8: આજે ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સનો 8મો દિવસ હતો. ભારતે 8માં દિવસે કુલ 15 મેડલ જીત્યા. જેમાં ત્રણ ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. ભારતે આજે એથ્લેટિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Asian Games 2023 Day 8: આજે ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સનો 8મો દિવસ હતો. ભારતે 8માં દિવસે કુલ 15 મેડલ જીત્યા. જેમાં ત્રણ ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. ભારતે આજે એથ્લેટિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે 50 મેડલનો આંકડો પણ પાર કરી લીધો છે.
A Superb Silver🥈for our Boys of #Badminton🏸at #AsianGames2022.
— SAI Media (@Media_SAI) October 1, 2023
Giving their first-ever finale performance at the #AsianGames, the team showed incredible grit during their fight against 🇨🇳
Congratulations on the🥈GUYS! You have just made history & we're proud💪🏻#Cheer4India… pic.twitter.com/Ej2zVEfS5m
એશિયન ગેમ્સમાં ભારત માટે આજનો દિવસ શાનદાર રહ્યો. ટૂર્નામેન્ટના 8મા દિવસે ભારતે કુલ 15 મેડલ જીત્યા. જેમાંથી 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતે આજે તેના 50 મેડલનો આંકડો પણ પાર કરી લીધો છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 53 મેડલ જીત્યા છે.
આજે ભારતના આ ખેલાડીઓએ મેડલ જીત્યા
- ટીમ ઈન્ડિયા: પુરુષ ટ્રૈપ(શૂટિંગ),ગોલ્ડ
- ટીમ ઈન્ડિયા: મહિલા ટ્રૈપ(શૂટિંગ) સિલ્વર
- કિનાન ચેનાઈ: પુરુષ ટ્રૈપ(શૂટિંગ),બ્રોન્ઝ
- અદિતિ અશોક: ગોલ્ફ, સિલ્વર
- નિકહલ જરીન: મહિલા 50 કેજી (બોક્સિંગ),બ્રોન્ઝ
- અવિનાશ સાબલે: પુરુષોની 3000મીટર સ્ટીપલચેંજ, ગોલ્ડ
- તજીંદરપાલ સિંહ નૂર: પુરુષ ગોળા ફેંક, ગોલ્ડ
- હર્મિલન બૅન્સ: વિમેન્સ 1500m, સિલ્વર
- અજય કુમાર સરોજ: મેન્સ 1500m, સિલ્વર
- જિનસન જોન્સન: મેન્સ 1500 મીટર,બ્રોન્ઝ
- નંદની અગાસરા: મહિલા હેપ્ટાલોન, કાંસ્ય
- મુરલી શ્રીશંકર : મેન્સ લોંગ જમ્પ, સિલ્વર
- સીમા પુનિયાઃ વિમેન્સ ડિસ્કસ થ્રો, બ્રોન્ઝ
- જ્યોતિ યારાજીઃ મહિલાઓની 100 મીટર વિઘ્ન દોડ, સિલ્વર
- ટીમ ઈન્ડિયાઃ મેન્સ બેડમિન્ટન ટીમ, સિલ્વર
પુરુષોની બેડમિન્ટન ટીમને સિલ્વર
એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતની પુરુષ બેડમિન્ટન ટીમને ચીન સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને ચીન સામે 3-2થી હાર મળી હતી. જેના કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. ભારતે હવે કુલ 53 મેડલ જીત્યા છે.
100 મીટર રિલે રેસમાં સિલ્વર
ભારતે મહિલાઓની 100 મીટર રિલે રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યોતિ યારાજી 12.91 સેકન્ડ સાથે બીજા ક્રમે રહી હતી. ચીનની એથ્લેટ પ્રથમ ક્રમે રહી હતી. ભારતનો આ 52મો મેડલ હતો.
Last & definitely not the least, @JyothiYarraji ends 🇮🇳's spectacular Athletics medal haul of the day with a🥈at #AsianGames2022
— SAI Media (@Media_SAI) October 1, 2023
A power packed performance by the ace athlete, as she clocked a time of 12.91s
MANY CONGRATULATIONS JYOTHI! #Cheer4India 🇮🇳#HallaBol… pic.twitter.com/qGWUrRPiEg
સીમા પુનિયાએ બ્રોન્ઝ જીત્યો હતો
સીમા પુનિયાએ ભારત માટે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતનો આ 51મો મેડલ હતો. તેણે આ મેડલ જીતવા માટે 58.62નો થ્રો કર્યો છે. ભારત પાસે હવે કુલ 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ છે.