શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીને પાકિસ્તાન સામે રમવા રાતોરાત મોકલાયો ઈંગ્લેન્ડ? જાણો વિગત
પંતે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ટીમમાં પરત આવીને સારું લાગ્યું હતું. પ્રેમ અને સમર્થન કરવા માટે તમારા બધાંનો આભાર. ભારત માતા કી જય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે ઋષભ પંતનો એક ફોટો ટ્વિટ કર્યો હતો.
નવી દિલ્હી: શનિવારે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસમાં જોડાયો હતો. પંતે ટીમ ઇન્ડિયામાં પુનરાગમન થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેણે પ્રેમ અને સમર્થન માટે ફેન્સનો આભાર માન્યો હતો. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે.
પંતે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ટીમમાં પરત આવીને સારું લાગ્યું હતું. પ્રેમ અને સમર્થન કરવા માટે તમારા બધાંનો આભાર. ભારત માતા કી જય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે ઋષભ પંતનો એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં તે ઓલ્ડ ટ્રેફોર્ડ પર ભારતીય ટીમનાં ડ્રેસમાં હતો.
ભારતીય ટીમનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર એક અન્ય તસવીરમાં પંત પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિક સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. પંતની આ તસવીર જોઈને તેના ચાહકો ખુશ થઈ ગયા હતાં અને તેમણે કોમેન્ટ કરી હતી. એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે, અમને તમારી પાસેથી સારા પ્રદર્શનની આશા છે. મોટાભાગનાં યૂઝર્સે પંતને શુભકામનાઓ પાઠવી હતી.
ઋષભ પંત ઓપનર શિખર ધવન ઈજાગ્રસ્ત થતાં ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. ધવનને 9 જૂનનાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં અંગૂઠા પર ઈજા થઈ હતી. પહેલાં તેના ડાબા હાથમાં સોજો જોવા મળ્યો હતો. પરંતુ સ્કેનમાં સામે આવ્યું કે તેને ‘હેયરલાઇન ફ્રેક્ચર’ થયું છે.Look who's here 👍#TeamIndia #CWC19 pic.twitter.com/V4y27pBYOC
— BCCI (@BCCI) June 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement