આ પાછળનું કારણ એ છે કે જ્યારે હાર્દિકે શોર્ટ માર્યો ત્યારે બંને પ્લેયર એટલે કે નોન સ્ટ્રાઇક ઉપર રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંને એક બીજાને ક્રોસ કરી ચૂક્યા હતાં અને ક્રિઝમાં પહોંચી ગયાં હતા. આ કારણથી બોલ બાઉન્ડ્રી પર પહોંચે તે અગાઉ એક રન બની ચૂક્યો હતો. જેથી સ્કોર 173 થવાના બદલે 170 જ રહ્યો હતો. આમ મુંબઇએ ચેન્નઇ સામે વિજય પ્રાપ્ત કર્યો હતો.
2/4
હવે મુંબઇને જીતવા માટે ત્રણ બોલમાં એક રનની જરૂર હતી. ઓવરના ચોથા બોલ પર હાર્દિક પંડ્યાએ સ્લીપમાં શોર્ટ ફટકાર્યો હતો અને બોલ બાઉન્ડ્રી પાર પહોંચી ગયો હતો. જો કે તેમ છતાં મુંબઇ ઇન્ડિયન્સને માત્ર 1 રન જ આપવામાં આવ્યો હતો.
3/4
વાસ્તવમાં મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે અંતિમ ઓવરમાં 5 રનની જરૂર હતી. બોલિંગ ઇમરાન તાહિર કરી રહ્યો હતો. જેમાં પ્રથમ બોલ ઉપર 1 રન આવ્યો અને ત્યાર બાદ બીજા બોલ ઉપર 2 અને ત્રીજા બોલ ઉપર 1 રન આવ્યો હતો.
4/4
મુંબઇઃ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચેની મેચમાં રસપ્રદ ઘટના બની હતી. જેમાં હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો હતો છતાં ટીમને એક રન જ મળ્યો હતો. જોકે, આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સનો 8 વિકેટે વિજય થયો હતો. મેચની અંતિમ ઓવરમાં એક વિચિત્ર ઘટના બની હતી.