શોધખોળ કરો
ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાનના કેપ્ટનને છે આ ડર, ટીમને કહ્યું ઘરે જનાર એકલો નથી
કહેવાઈ રહ્યું છે કે આ શરમજનક પરાજય પછી સરફરાઝ ખેલાડીઓ સાથે વાત કરતા ઘણો ભાવુક થઈ ગયો હતો અને કહ્યું હતું કે જો બધુ ઠીક થશે તો બરાબર નહીં તો પાકિસ્તાન હું એકલો જઈશ નહીં.
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં મળેલી હાર બાદ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદને એક મોટો ડર સતાવી રહ્યો છે. સરફરાઝ અહેમદને એ વાતનો ડર છે કે શરમજનક હાર બાદ તે પાકિસ્તાનમાં શું મોઢું લઈને પાછા જશે.
ભારત સામેની હાર બાદ સરફરાઝે ટીમનાં સાથી ખેલાડીઓને કહ્યું કે, ટુર્નામેન્ટમાં આ શર્મનાક હાર બાદ પાકિસ્તાન સ્થિત પોતાના ઘરે જવાવાળો તે એકલો ખેલાડી નહીં હોય. એટલા માટે ટીમને પોતાના પ્રદર્શનમાં સુધારો કરવો પડશે.
પાકિસ્તાન મીડિયા સંસ્થાન thenews.com.pkના મતે સરફરાઝે ભારત સામે પરાજય પછી ખેલાડીઓ સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે તેઓ પ્રદર્શનનું સ્તર સુધારે અથવા લોકોની નારાજગીનો સામનો કરવા માટે તૈયાર રહે.
કહેવાઈ રહ્યું છે કે આ શરમજનક પરાજય પછી સરફરાઝ ખેલાડીઓ સાથે વાત કરતા ઘણો ભાવુક થઈ ગયો હતો અને કહ્યું હતું કે જો બધુ ઠીક થશે તો બરાબર નહીં તો પાકિસ્તાન હું એકલો જઈશ નહીં. બધાએ આ ખરાબ પ્રદર્શનની જવાબદારી લેવી પડશે. જો કોઈ વિચારી રહ્યું છે કે ફક્ત હું જ પાકિસ્તાન પરત ફરીશ તો તે મુર્ખામી છે. ભગવાન ન કરે જો કશું દૂર્ભાગ્યપૂર્ણ થાય તો પાકિસ્તાન જનાર હું એકલો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement