શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
....તો આ ક્રિકેટર બનશે પાકિસ્તાનનો આગામી પ્રધાનમંત્રી! પાક. સેનાના મેજરને મળતા શરૂ થઈ ચર્ચા
ગફૂર અને આફ્ર્દિનાં ગળે મળ્યાની તસવીરો ટ્વિટર પર શેર થઇ રહી છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાના પબ્લિસિટી સ્ટંટબાજ મેજર જનરલ આસિફ ગફૂરની સાથે પૂર્વ ક્રિકેટર સાહિદ આફ્રીદીને ગળે મળતા તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યાર બાદ યૂઝર્સ આફ્રીદીને પાકિસ્તાનના આગામી પ્રધાનમંત્રી બનાવવાની અટકળો લગાવી રહ્યા છે.
આફ્રિદીએ 13 સપ્ટેમ્બરે પીઓકેનાં મુઝફ્ફરાબાદમાં રેલી દરમિયાન જમ્મુ-કાશ્મીરને લઈને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. આ દરમિયાન તે સેનાનાં અધિકારીઓને પણ મળ્યો હતો. પાકિસ્તાનનાં અનેક લોકોએ તેને આગામી પ્રધાનમંત્રી ગણાવ્યો. ગફૂર અને આફ્ર્દિનાં ગળે મળ્યાની તસવીરો ટ્વિટર પર શેર થઇ રહી છે. કેટલાકે લખ્યું કે, ‘શાહિદ આફ્રિદી આગામી પ્રધાનમંત્રી છે.’ જો કે તેના વિરોધમાં પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. એક યૂઝરે લખ્યું કે, ‘જો આ પ્રધાનમંત્રી બનશે તો પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરને પણ ભારતને આપી દેશે.’ તો એક યૂઝરે લખ્યું કે, ‘આ તો ઇમરાન ખાન કરતા પણ વધારે જૂઠો છે.’
આફ્રિદીએ રેલીમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા કહ્યું કે, “હું અત્યાચારીઓનાં વિરુદ્ધ છું, પ્રજાની સાથે છું. વાત કાશ્મીરની નથી, વાત માણસાઈની છે. દુનિયાનાં કોઈ પણ ખુણામાં અત્યાર હશે, તો આપણે પાકિસ્તાનીઓ – આપણે મુસલમાનો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવશું. આપણે બધાએ હોશિયાર થઇ જવું જોઇએ. આપણે બધાએ એક કૌમ બનવું જોઇએ. એક વાત રાખજો મારી જાન, જ્યાં સુધી આપણે એક નહીં હોઇએ તો લોકો આપણી વિરુદ્ધ અત્યાર કરતા રહેશે.”
આફ્રિદીએ પોતાના ભાષણમાં ઇમરાન ખાન અને પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીની પ્રશંસા કરી. તેણે કાશ્મીરનાં મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાની વાત પણ કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion