શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જો હું વિરાટ સાથે હાલ રમતો હોત તો અમે સારા મિત્રો હોતઃ શોએબ અખ્તર
ઈએસપીએનક્રિકઈન્ફોના વીડિયો પોડકાસ્ટમાં અખ્તરે કહ્યું, અમે બંને પંજાબી છીએ અને એક જ પ્રકારનું વલણ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગણના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેણે અનેક સીમાચિહ્ન હાંસલ કર્યા છે, ઉપરાંત તે એક શાનદાર ખેલાડી પણ છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કોહલીને લઈ એક નિવેદન આપ્યું છે.
ઈએસપીએનક્રિકઈન્ફોના વીડિયો પોડકાસ્ટમાં અખ્તરે કહ્યું, અમે બંને પંજાબી છીએ અને એક જ પ્રકારનું વલણ છે. આ સ્થિતિમાં જો અમે બંને એક સાથે રમ્યા હોત તો તે મારો દોસ્ત હોત. કોહલીનું હૃદય વિશાળ છે અને તે મારાથી ઘણો જૂનિયર છે. હું તેની ઘણી ઈજ્જત કરું છું. જો તે મારા સમયમાં રમતો હોત તો અમારા બંને વચ્ચે ટક્કર જોવા મળત. મેદાન પર અમે કટ્ટર દુશ્મન હોત પરંતુ મેદાન બહાર સાચા મિત્ર.
કોહલીએ 86 ટેસ્ટમાં 7240 રન બનાવ્યા છે. જેમાં 27 સદી પણ સામેલ છે. ભારતીય કેપ્ટને 248 વન ડેમાં 11,867 રન બનાવ્યા છે. જેમાં 43 સદી સામેલ છે. જ્યારે 82 ટી20માં 2794 રન નોંધાવ્યા છે.
શોએબ અખ્તરે 46 ટેસ્ટમાં 178 વિકેટ લીધી છે. જ્યારે 163 વન ડેમાં 247 વિકેટ ઝડપી છે. 15 ટી20 મેચમાં તેણે 19 વિકેટ લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
મહિલા
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion