જકાર્તાઃ અર્પિંદર સિંહને ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતને એથલેટિક્સમાં વધુ એક ગોલ્ડ મળ્યો છે. હેપ્ટાથ્લોનની 800 મીટર રેસમાં સ્વપ્ના બર્મને ભારતને 11મો ગોલ્ડ અપાવ્યો છે. એશિયન ગેમ્સમાં એથલેટિક્સમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.
2/3
ભારતની મહિલા રનર દુતી ચંદને 18મી એશિયન ગેમ્સના 11માં દિવસે 200 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ મળ્યો છે. દુતીએ ફાઇનલમાં 23.30 સેકન્ડનો સમય લેતા બીજું સ્થાન હાસિલ કર્યું છે. આ ગેમ્સમાં દુતીનો આ બીજો સિલ્વર મેડલ છે. આ પહેલા તેણે 100 મીટર સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
3/3
વિમેન્સ હેપ્ટાથ્લોનમાં સ્વપ્નાએ બર્મને 800 મીટરની રેસમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. સ્વપ્નાએ બર્મને 800 મીટર રેસને 2.21.13 સેકન્ડમાં પુરી કરીને 808 અંક મેળવ્યા હતા અને સાત અલગ-અલગ ઇવેન્ટમાં કુલ 6026 અંક મેળવી ગોલ્ડ જીત્યો હતો.