શોધખોળ કરો
ઇંગ્લેન્ડ સામે વર્લ્ડકપમાં ઓરેંજ જર્સી પહેરીને રમશે ટીમ ઈન્ડિયા, જાણો શું છે કારણ ?
ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન સાથે છે તેના બાદ ઇંગ્લેન્ડ સામે 30મી જૂને ટકરાશે.

નવી દિલ્હી: વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામેના મુકાબલામા પોતાના પારંપારિક જર્સીની જગ્યાએ નારંગી અને લીલા કલરની જર્સીમાં નજર આવશે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી બ્લૂ જર્સી પહેરીને રમતી આવી છે. પરંતુ ઇંગ્લેન્ડ સામેની મેચમાં તે અલગ રંગના પોશાકમાં જોવા મળશે.
મહત્વનું છે કે વર્લ્ડકપ 2019માં યજમાની કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમ પણ વાદળી રંગની ટી-શર્ટ પહેરીની રમી રહી છે અને તેને પોતાની કિટ યથાવત રાખવાનો અધિકાર છે. આઈસીસીના નિયમો અનુસાર, કોઈ પણ એવી મેચ કે જેનું પ્રસારણ ટીવી પર થાય છે. તેમાં બન્ને ટીમો એકજ રંગની જર્સી પહેરીને મેદાનમાં રમી શકે નહી. આ નિયમ ફૂટબોલના ‘હોમ અને અવે’ના મુકાબલામાં પહેરવામાં આવતી જર્સીથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાની જર્સી ઓરેન્જ રંગની હોઈ શકે છે જેમાં લીલા રંગની પટ્ટી કોલર પર હશે. સાથે એ પણ શક્યતા છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ તમામ વનડે મેચોમાં ભારતની જર્સીનો રંગ બદલાયે હશે. ભારતીય ટીમનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન સાથે છે તેના બાદ ઇંગ્લેન્ડ સામે 30મી જૂને ટકરાશે. નિયમો પ્રમાણે જે પણ દેશ યજમાની કરે છે તેને આ મામલે છૂટ મળે છે. યજબાન ટીમને પોતાની પૂર્વ નિર્ધારિત રંગની જર્સી પહેરવાની અનુમતિ હોય છે. આ વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં રમાઈ રહ્યો છે અને યજમાન હોવાના કારણે તેને પૂર્વ નિર્ધારિત જર્સી પહેરવાની અનુમતિ છે. ધવન, ભૂવનેશ્વર બાદ ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર થયો ઈજાગ્રસ્ત, જાણો વર્લ્ડકપઃ ઈજાથી બહાર થયેલા શિખર ધવન માટે ગૌતમ ગંભીરે શેર કર્યો ઈમોશનલ મેસેજ, પંતને લઈ કહી મોટી વાત ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવા પર ICCએ આપ્યો આ જવાબ
મહત્વનું છે કે વર્લ્ડકપ 2019માં યજમાની કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમ પણ વાદળી રંગની ટી-શર્ટ પહેરીની રમી રહી છે અને તેને પોતાની કિટ યથાવત રાખવાનો અધિકાર છે. આઈસીસીના નિયમો અનુસાર, કોઈ પણ એવી મેચ કે જેનું પ્રસારણ ટીવી પર થાય છે. તેમાં બન્ને ટીમો એકજ રંગની જર્સી પહેરીને મેદાનમાં રમી શકે નહી. આ નિયમ ફૂટબોલના ‘હોમ અને અવે’ના મુકાબલામાં પહેરવામાં આવતી જર્સીથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાની જર્સી ઓરેન્જ રંગની હોઈ શકે છે જેમાં લીલા રંગની પટ્ટી કોલર પર હશે. સાથે એ પણ શક્યતા છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ તમામ વનડે મેચોમાં ભારતની જર્સીનો રંગ બદલાયે હશે. ભારતીય ટીમનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન સાથે છે તેના બાદ ઇંગ્લેન્ડ સામે 30મી જૂને ટકરાશે. નિયમો પ્રમાણે જે પણ દેશ યજમાની કરે છે તેને આ મામલે છૂટ મળે છે. યજબાન ટીમને પોતાની પૂર્વ નિર્ધારિત રંગની જર્સી પહેરવાની અનુમતિ હોય છે. આ વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં રમાઈ રહ્યો છે અને યજમાન હોવાના કારણે તેને પૂર્વ નિર્ધારિત જર્સી પહેરવાની અનુમતિ છે. ધવન, ભૂવનેશ્વર બાદ ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર થયો ઈજાગ્રસ્ત, જાણો વર્લ્ડકપઃ ઈજાથી બહાર થયેલા શિખર ધવન માટે ગૌતમ ગંભીરે શેર કર્યો ઈમોશનલ મેસેજ, પંતને લઈ કહી મોટી વાત ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવા પર ICCએ આપ્યો આ જવાબ વધુ વાંચો





















