શોધખોળ કરો
Advertisement
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતનો દબદબો, બેટ્સમેનોમાં વિરાટ નંબર-1 તો બોલર્સમાં.....
ટીમ રેંકિંગની વાત કરીએ તો ભારત પ્રથમ સ્થાને છે, ત્યારબાદ બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ અને ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકા છે.
નવી દિલ્હીઃ ભારતીય સુકાની વિરાટ કોહલી આઇસીસી ટેસ્ટ રેન્કિંગના બેટ્સમેનોની યાદીમાં પોતાનું નંબર-૧નું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. કોહલીના કુલ ૯૨૨ રેટિંગ પોઇન્ટ છે. ન્યૂઝીલેન્ડનો સુાકની કેન વિલિયમ્સન ૯૧૩ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. કોહલી અને વિલિયમ્સન વચ્ચે માત્ર નવ પોઇન્ટનું અંતર છે. ભારતનો ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ૮૮૧ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે જળવાઇ રહ્યો છે.
ટીમ રેંકિંગની વાત કરીએ તો ભારત પ્રથમ સ્થાને છે, ત્યારબાદ બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ અને ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકા છે. ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા ક્રમશ: ચોથા અને પાંચમા સ્થાને છે.
ટેસ્ટ બોલર્સની યાદીમાં ટૉપ 10માં બે ભારતીય બોલર્સ શામેલ છે. રવીન્દ્ર જાડેજા છઠ્ઠા અને રવિચન્દ્રન અશ્વિન 10મા ક્રમે છે. ઑસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ હાલ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર છે જ્યારે બીજા સ્થાને રહેલો જેમ્સ એન્ડરસન તેનાથી 16 અંક પાછળ છે.
સાઉથ આફ્રિકાનો કાગિસો રબાડા ત્રીજા ક્રમાંકે છે. ટેસ્ટ ઓલરાઉન્ડર્સમાં ભારતનો રવીન્દ્ર જાડેજા ત્રીજા ક્રમે છે. વેસ્ટ ઇન્ડિઝનો સુકાની જેસન હોલ્ડર પ્રથમ તથા બાંગ્લાદેશના શાકિબ અલ હસન બીજા સ્થાને છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement