શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ગુજરાતી ખેલાડી ઈંગ્લેન્ડમાં બન્યો હતો જાતિવાદનો શિકાર, સ્ટીવ કહીને બોલાવાતો
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્વર પુજારાને તેની ચામડીના રંગના કારણે સ્ટીવ કહેવામાં આવતો હતો. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી ટીનો બેસ્ટ અને પાકિસ્તાનના રાણા નાવેદ ઉલ હસને પણ રફીકના આરોપોના સમર્થનમાં પુરાવા રજૂ કર્યા છે.
નવી દિલ્હીઃ કાઉન્ટી ક્રિકેટની ટીમ યોર્કશારની મુશ્કેલી ઓછું થવાની નામ નથી લઈ રહી. યોર્કશર સામે અઝીમ રફીકના દાવાનું તેના પૂર્વ કર્મચારીઓ દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. પૂર્વ કર્મચારીએ કહ્યું, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્વર પુજારાને તેની ચામડીના રંગના કારણે સ્ટીવ કહેવામાં આવતો હતો. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી ટીનો બેસ્ટ અને પાકિસ્તાનના રાણા નાવેદ ઉલ હસને પણ રફીકના આરોપોના સમર્થનમાં પુરાવા રજૂ કર્યા છે. તેમના આરોપોની તપાસ ચાલી રહી છે.
યોર્કશરના બે પૂર્વ કર્મચારી તાજ બટ અને ટોની બાઉરીએ ક્લબમાં સસ્થાગત નસ્લવાદ સામે સાબિતી આપી છે. યોર્કશર ક્રિકેટ ફાઉન્ડેશન સાથે સામુદાયિક વિકાસ અધિકારી તરીકે કામ કરી ચૂકેલા બટે કહ્યું કે એશિયન સમુદાયનો ઉલ્લેખ કરતા સમયે સતત ટેક્સી ચાલકો અને રેસ્ટોરન્ટમાં કામ કરનારનો હવાલો આપવામાં આવતો હતો.
(ફાઈલ તસવીર)
તેમણે કહ્યું કે એશિયન મૂળના દરેક વ્યક્તિને તે સ્ટીવ બોલાવતા હતા. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પણ સ્ટીવ કહેવામાં આવતો હતો. કારણ કે તેના નામનો ઠીકથી ઉચ્ચારણ કરી શકતા ન હતા. બટે છ મહિનાની અંદર જ રાજીનામું આપી દીધું હતું. બાઉરી 1996 સુધી કોચના રૂપમાં કામ કરતા હતા અને 1996થી 2011 સુધી યોર્કશર ક્રિકેટ બોર્ડમાં સાંસ્કૃતિક વિવિધતા અધિકારી રહ્યા હતા. પછી તેમને અશ્વેત સમુદાયોમાં ખેલના વિકાસ માટે ક્રિકેટ વિકાસ પ્રબંધક બનાવી દીધા હતા.
તેમણે કહ્યું, અનેક યુવાઓને ડ્રેસિંગ રૂમના માહોલમાં તાલમેલ બેસાડવા પરેશાની થઈ. કારણકે તેમના પર નસ્લવાદી ટિપ્પણી કરવામાં આવતી હતી. તેની અસર તેમના પ્રદર્શન પર પડી હતી.
બે વર્ષ પહેલા યોર્કશર કાઉન્ટી છોડનારા રફીકે કહ્યું, આ કડવા અનુભવથી તંગ આવી જઈને તેણે આત્મહત્યાનો વિચાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion