શોધખોળ કરો

ભારતનો સેમી ફાઈનલમાં જવાનો બધો મદાર છે આ મેચ પર, જાણો કોણ જીતે તો ભારત માટે દરવાજા થશે બંધ ?

હવે આગળની 7મી નવેમ્બરે રમાનારી મેચ ભારત માટે ખુબ મહત્વની છે. આ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ટીમ ઇન્ડિયા માટે મહત્વની સાબિત થશે,

નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ગઇકાલે ભારતીય ટીમે ટૂર્નામેન્ટની પ્રથમ જીત મેળવી, ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને પોતાની પ્રથમ જીત નોંધાવી છે, પરંતુ ભારત માટે આ મોડુ થઇ ગયુ છે, અગાઉની પ્રથમ બે મેચો હાર્યો બાદ ભારતીય ટીમને હવે સેમિફાઇનલમાં પહોંચવુ ઘણુ જ મુશ્કેલ બની ગયુ છે. તેમ છતાં એક આશા જીવિત છે, અને તે મહદઅંશે આંશિક છે. હવે ભારતને દારોમદાર આગળની મેચો પર રહેલો છે, અને એમાં પણ ખાસ કરીને અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પર રહેલો છો. જાણો કઇ રીતે.....

ભારત માટે મુશ્કેલ આ મેચ -
હવે આગળની 7મી નવેમ્બરે રમાનારી મેચ ભારત માટે ખુબ મહત્વની છે. આ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ટીમ ઇન્ડિયા માટે મહત્વની સાબિત થશે, આ મેચથી નક્કી થશે કે ટીમ ઇન્ડિયાનો આગળનો સફર કેવો રહશે. જો ન્યૂઝીલેન્ડ અફઘાનીસ્તાનને હરાવી દેશે તો ભારત માટે સેમીફાઈનલમાં દરવાજા બંધ થઈ જશે. ન્યૂઝીલેન્ડ પોતાની બન્ને મેચ જીતી જશે તો તેના આઠ પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં સારી રન રેટ હશે તો પણ કોઈ ફરક નહીં પડે કારણ કે ભારત પાસે છ પોઈન્ટ જ હશે.

રન રેટ બેસ્ટ કરવાની તક ગુમાવી દીધી - 
ગઇકાલે રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયા પાસે રનરેટને સારી કરવાની બેસ્ટ તક હતી. ભારતીય ટીમ ગઇકાલે જો અફઘાનિસ્તાનને 99 રનની અંદર રોકી દીધુ હોતો તો ભારતનો રનરેટ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્ને કરતાં બેસ્ટ થઇ જતો, સેમિ ફાઇનલની રાહ આસાન થઇ જતી પરંતુ ભારતીય ટીમ તે કરી શકી નહીં. ભારતને અફઘાનિસ્તાન સામે જીત તો મળી અને 66 રનના મોટા માર્જીનથી હરાવ્યું  પણ ખરુ, જોકે, હજુ પણ ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધારે છે.

સેમિફાઇનલમાં પહોંચવા ભારત માટે શું છે મહત્વનુ -
અફઘાનિસ્તાન સામેની જીત પછી હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની ભારતની આશા જીવંત છે. જોકે રન રેટમાં ભારત અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્નેથી પાછળ છે. પરંતુ સારી વાત એ છે કે ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને માત્ર 16 રને જ હરાવ્યું છે. ભારતે પોતાની બાકીની બન્ને મેચ મોટા અંતરે જીતવી પડશે, સાથે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે તે જરૂરી છે. ભારત સામેની હાર પછી અફઘાનિસ્તાનની રન રેટ ઘણી ઘટી ગઈ છે. જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના છ-છ પોઈન્ટ થઈ જશે. પણ રન રેટ સારી હોવાના કારણે ભારત સેમી ફાઈનલમાં પહોંચી જશે. ભારતની આગામી મેચ 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડ સામે અને 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે છે.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget