શોધખોળ કરો
Advertisement
Valentine's Day પર સચિન તેંડુલકરે કહ્યું- આ છે મારો પ્રથમ પ્રેમ, જુઓ VIDEO
16 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સચિન તેંડુલકરે અંદાજે 40 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા છે.
નવી દિલ્હીઃ વેલેન્ટાઈન્સના દિવસે ક્રિકેટના ભગવાન માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના પ્રથમ પ્રેમ વિશે દુનિયાને જણાવ્યું છે. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતાં જણાવ્યું કે, તેનો પ્રથમ પ્રેમ કોણ છે. આ વીડિયોમાં સચિન ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને કેપ્શન આપતા સચિને લખ્યું છે, “મોર પ્રથમ પ્રેમ”
વીડિયોમાં જોઈ શકાય છે કે, સચિને પોતાના ફ્રંટ ફૂટમાં પેડ અને હાથમાં ગ્લવ્ઝ પહેરીને ક્રિકેટની પિચ પર નેટ પ્રેક્ટિસ કરી હતી.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આ પોસ્ટમાં એક સ્માઇલી પણ બનાવી છે. જણાવીએ કે, 16 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સચિન તેંડુલકરે અંદાજે 40 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા છે. 2013માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ પણ સચિન તેંડુલકર કોઈને કોઈ રીતે ક્રિકેટ સાથે જોડાયેલ છે.
હાલમાં જ તે ઓસ્ટ્રેલિયામાં એક ચેરિટી મેચ રમ્યો હતો. આ સિવાય માર્ચમાં સચિન ફરી એક વખત સડક સુરક્ષા વર્લ્ડ શ્રેણીમાં ભારત તરફથી રમશે. સચિન આ શ્રેણીમાં બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે. રોડ સેફ્ટી વર્લ્ડ શ્રેણીમાં વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં રમશે. ટૂર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેશે. જેમાં ઇન્ડિયા લીજેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા લીજેન્ડ્સ, દક્ષિણ આફ્રિકા લીજેન્ડ્સ, શ્રીલંકા લીજેન્ડ્સ અને વેસ્ટ ઇન્ડીઝ લીજેન્ડ્સ સામેલ છે. ટૂર્નામેન્ટમાં 10 લીગ મેચ રમાશે. જેમાં બધી ટીમો એકબીજા સામે રમશે. આ પછી બે બેસ્ટ ટીમો વચ્ચે ફાઇનલ રમાશે. ફાઇનલ 22 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.My First Love! 😀 pic.twitter.com/KsYEYyLaxD
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement