શોધખોળ કરો
Advertisement
IPL 2020: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ધોનીને પાછળ છોડી આ મોટા રેકોર્ડને કર્યો પોતાના નામે
આરસીબી માટે પોતાની 200મી મેચમાં કેપ્ટન કોહલીએ 48 રનની ઈનિંગ રમી હતા. આ સાથે જ વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આઈપીએલ 2020ના 31માં મુકાબલામાં શારજાહમાં મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. આરસીબી માટે પોતાની 200મી મેચમાં કેપ્ટન કોહલીએ 48 રનની ઈનિંગ રમી હતા. આ સાથે જ વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
પંજાબ સામે 10 રન બનાવતા જ કોહલી આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને પાછળ છોડી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ધોનીના નામે આઈપીએલમાં કેપ્ટન તરીકે 4275 રન છે. આ યાદીમાં ત્રીજા નંબર પર કોલકતા નાઈટ રાઈડર્સને બે વખત આઈપીએલમાં જીત અપાવનાર ગૌતમ ગંભીર છે. ગંભીરે કેપ્ટન કરીકે 3518 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે કોહલીની આ 200મી મોચ છે. તેણે આરસીબી માટે આઈપીએલમાં 185 અને ચેમ્પિયન ટી20 લીગમાં 15 મેચ રમી છે. આ રીતે એક ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનારો કોહલી દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion