શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટ કોહલીની ટીમના ફેને આ જાણીતા કોમેન્ટેટરને આપી હત્યાની ધમકી, જાણો શું કહ્યું.....
સ્ટારની ભરમાર વચ્ચે બેંગલોની ટીમે હજુ સુધી આઈપીએલમાં એક પણ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી છે. સીઝનમાં કેપ્ટન કોહલીના નેતૃત્વવાળી આ ટીમે પોતાના ચાર મેચ ગુમાવ્યા છે.
નવી દિલ્હીઃ સ્ટારની ભરમાર વચ્ચે બેંગલોની ટીમે હજુ સુધી આઈપીએલમાં એક પણ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી છે. સીઝનમાં કેપ્ટન કોહલીના નેતૃત્વવાળી આ ટીમે પોતાના ચાર મેચ ગુમાવ્યા છે. જોકે આ ટીમના ફેન ફોલોઇંગ અન્ય ટીમ કરતાં વધારે છે. તેનો પૂરાવો ખુદ એક ફેને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપ્યો છે.
એક ફને કોમેન્ટર અને ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સાઈમન ડુલને સોશિયલ મીડિયા પર ધમકી આપી છે. ફેને કહ્યું કે, ડુલ આરસીબી વિરુદ્ધ કઈં પણ કહેવાથી બચે. જોકે, એ ખબર નથી પડી શકી કે, ડુલે એવું શું કહ્યું કે ફેને તેને ધમકી આપવી પડી. તેમને ફેસબુક મેસેન્જર પર જાનથી મારી નાખવાની ધમકી ભર્યો મેસેજ મળ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો ના માન્યો તો ચોક્કસ મરીશ.
સાઈમન ડૂલે ટ્વીટર દ્વારા આ વાતની જાણકારી આપી છે. આ મેસેજના સ્ક્રિન શોર્ટમાં ગાળનો ઉપોયગ કરી લખ્યું છે કે, 'અગામી સમયમાં જે પણ કહો તેનું ધ્યાન રાખો. આરસીબી એવી ટીમ નથી, જે હાર સ્વીકાર કરે, જેથી પોતાની હદમાં રહો. અગામી સમયમાં આવી કોમેન્ટ ના કરતા, જો કરી તો મરી જશો'.
ડુલે ફેનને કહ્યું કે, 'આટલું બધુ દિલ પર ના લો, આ માત્ર એક ટી-20 મેચ છે. તેમણે સ્ક્રિન શોર્ટ સાથે લખ્યું કે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ધર્મિસ મારાથી ખુશ નથી. ખબર નહી મે એવું શું કહ્યું. પરંતુ, જાનથી મારી નાખવાની ધમકી, સાચે જ? દોસ્ત આ માત્ર એક ક્રિકેટ મેચ જ છે, મસ્ત રહો'.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion