શો ના અંતમાં ચહલ વિરાટને પોતાની ચેનલ પ્રમોટ કરવાનું કહે છે. વિરાટનો ચેનલ પ્રમોટ કરવાનો અંદાજ પણ અનોખો હતો. વિરાટે કહ્યું હતું કે જોવો ભાઈ, ચહલ ટીવી પર આવવું હશે તો તમારે આવું જ પ્રદર્શન કરવું પડશે. નહીંતર કોઈ ચાન્સ નથી. જે સદી નથી ફટકારતો અને પાંચ વિકેટ નથી લેતો તે ચહલ ટીવી પર આવતો નથી. ગત વખત રોહિત આવ્યો હતો. આ વખતે હું આવ્યો છું. તમને ચેનલનો સ્ટાન્ડર્ડ ખબર છે.
2/3
વિરાટ તો ચહલ ટીવી પર આવીને યુજવેન્દ્ર ચહલનો દીવાનો બની ગયો હતો. ચહલ સાથે ઘણી મજાત મસ્તી કરી હતી. આ દરમિયાન વિરાટે ‘ચહલ ટીવી’પર આવવું ગર્વની વાત ગણાવી હતી. ચહલે વિરાટને પુછ્યું હતું કે શું તમે ક્યારેય વિચાર કર્યો હતો કે તમે ચહલ ટીવી પર ક્યારેય આવશો? તેના પર વિરાટે કહ્યું કે, 39 સદી ફટકારવી અને મેન ઓફ ધ મેચ બનવાથી વધારે ગર્વની વાત છે કે હું ચહલ ટીવી પર તમારી સાથે છું.
3/3
નવી દિલ્હીઃ એડિલેડ વનડે મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલી અને યુજવેન્દ્ર ચહલની મસ્તી જોવા મળી. આ જીત ભારત માટે મહત્ત્વની હતી, કારણ કે તેના કારણે જ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 3 મેચની સીરીઝમાં એક એકથી બરાબરી કરી લીધી છે. મેચ બાદ ચહલ ટીવી પર કોહલી અને યુજવેન્દ્ર વાતચીત દરમિયાન મસ્તી કરતાં જોવા મળ્યા. ચહલે બીસીસીઆઈ માટે એક વીડિયો બનાવ્યો, જેમાં તેણે કોહલી સાથે સવાલ જવાબ કર્યા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો. જોકે ચહલને હજુ સુધી વન-ડેની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. તે છેલ્લા ત્રણ મહિનાથી કોઈ વન-ડે મેચ રમ્યો નથી.