શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાના આ પૂર્વ ખેલાડીની માંગ- હવે રોહિત શર્માને વન-ડે અને ટી-20નો કેપ્ટન બનાવવામા આવે
રોહિત શર્માને હવે વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટનશીપ સોંપી દેવામાં આવે?

નવી દિલ્હીઃ વિશ્વકપ 2019માંથી ભારતીય ટીમ બહાર થઇ ગયા બાદ ભારતના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન વસીમ જાફરનું માનવું છે કે રોહિત શર્માને હવે વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટનશીપ સોંપી દેવી જોઇએ. જાફરે શનિવારે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આ યોગ્ય સમય છે કે રોહિત શર્માને હવે વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટનશીપ સોંપી દેવામાં આવે? જાફરે વધુમાં કહ્યું કે હું ઇચ્છું છું કે તે 2023 વર્લ્ડકપમાં ભારતની કેપ્ટનશીપ કરે. ભારતને આઇસીસી વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે વર્લ્ડકપથી બહાર થઇ ગયા બાદ પ્રશંસકોમાં ખૂબ નિરાશા છે અને તે ઇચ્છે છે કે રોહિતને વન-ડે ટીમની કેપ્ટનશીપ મળવી જોઇએ. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવવાની પ્રબળ દાવેદાર મનાતી હતી. પરંતુ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા બાદ ટુનામેન્ટમાંથી ફેંકાઇ ગઇ હતી. આવતીકાલે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ઇગ્લેન્ડ વચ્ચે જંગ જામશે.
વધુ વાંચો





















