શોધખોળ કરો
Advertisement
માઇકલ ક્લાર્કે આ ખેલાડીને ગણાવ્યો પાકિસ્તાનનો વિરાટ કોહલી, જાણો વિગત
ક્લાર્કે કોમેન્ટ્રી કરતાં કહ્યું કે, બાબર આઝમ ખરેખર ક્લાસ બેટ્સમેન છે, તેમાં કોઇ શકા નથી. મારા મતે તે પાકિસ્તાનની બેટિંગ લાઇન અપનો વિરાટ કોહલી છે.
લંડનઃ ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019ને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસોની વાર છે. ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી તમામ ટીમો હાલ વોર્મઅપ મેચ રમીને તૈયારી કરી રહી છે. શુક્રવારે અફઘાનિસ્તાન સામેની પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનના મિડલ ઓર્ડર બેટ્સમેન બાબર આઝમે 108 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી.
આઝમની આ ઈનિંગ બાદ માઇકલ કલાર્કે તેને પાકિસ્તાનનો વિરાટ કોહલી ગણાવ્યો હતો. ક્લાર્કે કોમેન્ટ્રી કરતાં કહ્યું કે, બાબર આઝમ ખરેખર ક્લાસ બેટ્સમેન છે, તેમાં કોઇ શકા નથી. મારા મતે તે પાકિસ્તાનની બેટિંગ લાઇન અપનો વિરાટ કોહલી છે. જો પાકિસ્તાને સેમી ફાઇનલ કે ફાઇનલ સુધી પહોંચવુ હશે તો આ યુવા બેટ્સમેનના ખભા પર મોટી જવાબદારી રહેશે.
બાબર આઝમની ઇન્ટરનેશલ કરિયરને 100થી વધુ મેચ થઈ છે. પરંતુ તેણે તેના બેટથી બધાને પ્રભાવિત કર્યા છે. તેણે T20માં માત્ર 26 ઈનિંગમાં જ 1000 રન ફટકાર્યા હતા અને કોહલીને પાછળ રાખ્યો હતો. આ ઉપરાંત વન ડેમાં પણ તેણે માત્ર 21 ઈનિંગમાં 1000 રન બનાવ્યા હતા. જેની સાથે વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન વિવ રિચાર્ડ્સ, ઈંગ્લેન્ડના પાવર હિટર કેવિન પીટરસનની સાથે સામેલ થયો હતો.
થોડીવારમાં મોદી-શાહ પહોંચશે અમદાવાદ, એરપોર્ટ પર કરવામાં આવશે સાદગીપૂર્ણ સ્વાગત સુરત અગ્નિકાંડ મુદ્દે મુખ્ય સચિવે શું કહ્યું ? કેટલી બિલ્ડિંગને આપવામાં આવી શો કોઝ નોટિસ, જાણો વિગતMichael Clarke "Babar Azam is real class no doubt about that. For me, he’s the Virat Kohli of Pakistan’s line-up. If Pakistan want to qualify for the semi-finals or final, a lot will depend on his young shoulders" #CWC19
— Saj Sadiq (@Saj_PakPassion) May 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement