પોલીસ સ્ટેશનમાં રોફ જમાવીને માથે લીધા બાદ શરદે પુણા પીઆઈ આર.આર ભાંભળાને ફોન કરી ધમકી આપી હતી કે કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર તમામને છોડી દો નહીં તો હું તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજીલન્સની રેઈડ પડાવીશ. પીઆઈએ શરૂઆતમાં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શરદે ધમકી આપવાનું ચાલુ રાખતા પીઆઈએ આખરે આ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હોવાનું જાણવા મળ્યું છે.
2/4
જોકે પૂણા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ એ બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવતા ધારાસભ્યના પુત્રએ કોઈપણ કાર્યવાહી કર્યા વગર તમામ ને છોડી મૂકો તેમ કહી પોલીસ સ્ટેશનમાં રોફ જમાવી હતી અને કાગળીયા ફાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને અટકાવ્યો હતો.
3/4
સૂત્રો પ્રમાણે, પૂણા પોલીસે કેટલાંક દારૂડિયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેમના બ્લડ સેમ્પલ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ દરમિયાન આ અંગેની જાણ થતાં કામરેજના ધારાસભ્ય ઝાલાવડિયાના પુત્ર શરદે પોલીસ સ્ટેશન આવી કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર તમામ ને છોડી મૂકવા પોલીસને જણાવ્યું હતું.
4/4
સુરત: સુરતના પુણા પોલીસે પકડેલા દારૂડિયાઓને છોડાવવા માટે પોલીસ સ્ટેશન જઈ પોલીસ સ્ટેશનમાં રોફ જમાવતો હતો. ત્યાર બાદ પીઆઇ ને ફોન પર ધમકી આપનાર કામરેજના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયાના પુત્ર વિરૂદ્ધ પીઆઈએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હોવાનું જાણવા મળ્યું છે.