જે અંગેનો કેસ અઠવા લાઈન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો જ્યાં કેસની તારીખ હોવાથી સિમ્પી કોર્ટમાં પહોંચી હતી. જ્યાં બપોરે નવમાં માળેથી મોતની છલાંગ મારીને આત્મહત્યા કરી લીધી હતી.
2/5
આ ઉપરાંત પતિ વિજયે અન્ય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં અને લગ્ન પણ કરી લીધા હતાં. જેની સિમ્પીએ લીંબાયત પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી હતી.
3/5
લગ્નના ટુંકાગાળામાં પતિ સહિત સાસરીયાઓએ માનસિક ત્રાસ આપીને સિમ્પીને પિયરેથી દહેજમાં 12 લાખની માંગણી કરી હતી. દહેજ પેટે રૂપિયા 12 લાખની રકમ આપી હોવા છતાં પતિ સહિતે બહુ જ ત્રાસ આપ્યો હતો.
4/5
પાંડેસરાના બમરોલી રોડ સત્યનારાયણનગરમાં રહેતી સિમ્પી લાલચંદ સીંગના લગન લીંબાયતના મયુરનગરમાં રહેતા વિજય મુરલીધર સીંગ સાથે ત્રણ વર્ષ અગાઉ થયા હતાં.
5/5
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી યુપીવાસી દહેજનો ભોગ બનતાં અઠવા લાઈન્સ કોર્ટના નવમાં માળેથી મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. પતિ સહિતે કેસ પરત ખેંચી લેવા માટે યુવતીને ધમકી આપતાં આપઘાત કરી લીધો હતો.