સુરતઃ આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને સુરત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલા વિધાનસભા 155 નામના ગ્રુપમાં એક કોંગી નેતાએ ઢગલાબંધ પોર્ન વીડિયો શેર કરી દેતાં હોબાલો થઈ ગયો હતો. સુરત જિલ્લા પ્રમુખ માટે દાવેદારી કરતાં જગદીશ કનાજના મોબાઇલ પરથી આ વીડિયો શેર થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, કોઈએ જગદીશ કનાજને ફોન કરીને જાણ કરતાં તેમણે આ અંગે ખુલાસો કર્યો હતો.
3/6
4/6
5/6
કનાજે આ વીડિયો અંગે માફી તો માગી લીધી છે. પરંતુ કનાજે શેર કરેલા વીડિયોની પ્રિન્ટશોટ ગ્રુપના કોઈ સભ્યેએ લઈ લીધા બાદ સોશિયલ મીડિયામાં મૂકી દેતાં હાલ આ પ્રિન્ટશોટ વાયરલ થઈ ગયા છે.
6/6
કનાજને આ અંગે જાણ કરવામાં આવતાં તેમણે માફી માગી હતી અને તેઓ એક મીટિંગમાં જઈ રહ્યા હતા તે દરમિયાન મુકેશ જરીવાલાએ મારા ફોનમાંથી વોટ્સઅપ ગ્રુપમાં વીડિયો ભૂલમાં સેન્ડ કરી દીધા હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ અંગે મેં માફી માગી લીધી છે અને મારી ઉંમર 60 વર્ષની છે. આવી બીભસ્ત ક્લિપ મોકલી શકું નહીં.