શોધખોળ કરો
સુરતઃ PSIએ એક વર્ષની પુત્રીની માતાને અલગ અલગ ઠેકાણે લઈ જઈને માણ્યું સેક્સ, પછી શું કર્યું ?
1/4

સુરતઃ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સામે પતિથી અલગ રહેતી 33 વર્ષીય યુવતીએ બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પીએસઆઇએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
2/4

આ પરિચય આગળ વધતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ભાવેશે લગ્નની લાલચ આપતાં યુવતીએ પોતાનું સર્વસ્વ તેને સોંપી દીધું હતું. ભાવેશે યુવતીને લગ્નની લાલચ આપીને ડભોલી ખાતે તેના ઘરે અને ઉનાઈ ચુનાવાડી ખાતે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
3/4

આ અંગેની વિગતો એવી છે કે, સુરત પોલીસ હેડક્વાર્ટરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ભાવેશ ગિરીશભાઈ સોસા વર્ષ 2015માં પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો. આ સમયે ભોગ બનનાર યુવતી સરકારી ઓફિસરની પરીક્ષા આપવાની તૈયારી કરતી હતી. બંને એક જ ટ્યૂશનમાં જતા હોય એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પરિચય આગળ વધ્યો હતો.
4/4

ભોગ બનનાર યુવતીના અગાઉ લગ્ન થયેલા છે અને સંતાનમાં એક બાળકી પણ છે. જોકે છુટાછેડા થતા પિતાને ઘરે ડભોલી રહે છે. એટલું જ નહીં, બંને એક જ જ્ઞાતિના હોવાનું પણ જાણવા મળ્યું છે. ચોકબજાર પોલીસે પીડિતાની ફરિયાદ લઈ સુરત પોલીસ હેડકવાર્ટરના આર્મ્સ યુનિટના પીએસઆઈ ભાવેશ સોસા સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. હાલમાં પીએસઆઈ ફરાર છે. જેને શોધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
Published at : 28 Sep 2018 10:35 AM (IST)
View More





















