શોધખોળ કરો
સુરત: ભાજપના કયા MLAની ઓફિસ બહાર ખુરશીઓથી થઈ મારામારી, કોણે કર્યો પથ્થરમારો, જાણો વિગત
1/10

વિધાનસભાની ચૂંટણીને લઇ ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે આવા માહોલમાં હવે છમકલા પણ થવા માંડ્યા છે. સુરતના વરાછા, કાપોદ્વા, પૂણા, સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં ભાજપ અને પાસના કાર્યકરો સામસામે આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી આ બંને પક્ષો વચ્ચે નાની મોટી મારામારી કહો કે તૂં તૂં મૈં મૈં થઇ રહી છે. પાસના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે નીકળતાં ભાજપના નેતાઓ અને કાર્યકરોનો ઘેરો ઘાલી હુરિયા બોલાવી રહ્યા છે.
2/10

સુરત: સુરતના વરાછામાં ચૂંટણી પૂર્વે ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે છમકલાએ તંત્રની ઊંઘ હરામ કરી નાંખી હતી. પાસના એક કાર્યકરના બંને હાથ તોડી નાંખવાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં રવિવારે રાતે ભાજપના સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલય પાસે જ હંગામા સાથે પથ્થરબાજી કરવામાં આવી હતી.
Published at : 13 Nov 2017 09:54 AM (IST)
View More























