શોધખોળ કરો

Gmail AI Feature: હવે લાંબો-પહોળો મેઇલ વાંચવાની જરૂર નહીં પડે, Gmailના આ AI ફિચરથી મળશે સમરી

Gmail AI Feature: જીમેઇલ પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર લાવ્યું છે. તેની મદદથી તમે લાંબા મેઇલ સરળતાથી વાંચી શકશો. જીમેલના આ ફિચરમાં તમને મોટા મેઈલનો સારાંશ આપવાનો વિકલ્પ આપવામાં આવશે

Gmail AI Feature: જીમેઇલ પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર લાવ્યું છે. તેની મદદથી તમે લાંબા મેઇલ સરળતાથી વાંચી શકશો. જીમેલના આ ફિચરમાં તમને મોટા મેઈલનો સારાંશ આપવાનો વિકલ્પ આપવામાં આવશે, જેથી યૂઝર્સને લાંબા ઈમેલ વાંચવા નહીં પડે અને આ સેવા સમય બચાવવામાં પણ મદદ કરશે.

ગૂગલ આ સર્વિસને જીમેલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે રજૂ કરી રહ્યું છે, ખાસ કરીને તેને પેઇડ યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવે છે.

જીમેઇલ AI ફિચર કઇ રીતે કરશે કામ 
9-થી-5 Gmail એ આ નવા AI ફિચર અંગે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે દર્શાવે છે કે આ ફિચર સિંગલ-થ્રેડ ઈમેલમાં કામ કરશે નહીં. તેનો ઉપયોગ કરવા માટે, તમે ઉપરોક્ત મેઇલનો ઓછામાં ઓછો બે વાર જવાબ આપ્યો હોવો જોઈએ. ત્યાર બાદ જ AI ફિચર બટન દેખાશે.

સારાંશ આપતી વખતે આ સુવિધા એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખશે કે તમારા મહત્વપૂર્ણ ઈમેઈલમાંથી કોઈ મહત્વના મુદ્દા બાકી ના રહે. જલદી યૂઝર્સ સારાંશ બટન પર ક્લિક કરે છે, થોડીક સેકંડમાં એક સારાંશ તૈયાર કરવામાં આવશે અને બૂલેટ પોઈન્ટના રૂપમાં તમને રજૂ કરવામાં આવશે.

કંપનીએ આ ફિચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આવનારા સમયમાં આ ફિચર તમારા ફોનમાં સંપૂર્ણ રીતે જોવા મળશે.

નવી સાઇડ પેનલ ફિચરથી યૂઝર્સને મળશે મદદ 
ગૂગલે જીમેલમાં એક નવું સાઇડ પેનલ ફિચર પણ રજૂ કર્યું છે. જે Gemini 1.5 Pro પર કામ કરશે. આ AI-સંચાલિત પેનલ ઈમેલ થ્રેડનો સારાંશ આપી શકે છે, તમને પ્રતિસાદ આપવામાં મદદ કરી શકે છે અને ઈમેલ ડ્રાફ્ટ કરવામાં પણ મદદ કરી શકે છે.

ઇનબૉક્સમાં અથવા Google ડ્રાઇવ ફાઇલો અને ઇમેઇલ્સમાંથી માહિતી શોધવામાં પણ મદદ કરશે. આ નવી સુવિધા નવી સ્લાઇડ્સ બનાવી શકે છે, કસ્ટમ ઇમેજ બનાવી શકે છે અને ડેટાનો સારાંશ તૈયાર કરી શકે છે. તમે તેને ઍક્સેસ કરવા માટે ઉપર-જમણા ખૂણામાં જેમિની સ્પાર્કલ આઇકન પર ક્લિક કરી શકો છો.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
Embed widget