શોધખોળ કરો
Advertisement
PUBG રમનારાઓને કંપની આપશે આ મોટી ગિફ્ટ, વાપસી માટે કંપનીએ કર્યુ આવુ પ્લાનિંગ, જાણો વિગતે
આ લીક્સ પ્રમાણે પબજી મોબાઇલ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે, પબજી મોબાઇલ ઇન્ડિયાની વેલકમ ગિફ્ટ લીક થઇ ગઇ છે
નવી દિલ્હીઃ પબજી મોબાઇલે નવેમ્બરમાં ભારતમાં વાપસીની જાહેરાત કરી હતી, ત્યારબાદથી તેના લૉન્ચ થવાની કયાસ લગાવવામાં આવી રહ્યાં છે. જોકે હજુ સુધી પબજી મોબાઇલ ઇન્ડિયાએ લૉન્ચ ડેટને લઇને કોઇ વાતની જાહેરાત નથી કરી. પરંતુ આ ગેમ સાથે જોડાયેલા કેટલાક અપડેટ્સ અને લીક્સ સામે આવી છે.
આ લીક્સ પ્રમાણે પબજી મોબાઇલ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે, પબજી મોબાઇલ ઇન્ડિયાની વેલકમ ગિફ્ટ લીક થઇ ગઇ છે...
ભારતમાં વાપસી માટે શું શું કર્યુ છે પ્લાનિંગ.....
એક રિપોર્ટ અનુસાર પબજીના ભારતમાં લોન્ચ પહેલા PUBG મોબાઈલના ગ્લોબલ વર્ઝનની અંદર PUBG Mobile India ના વેલકમ ગિફ્ટ જોવા મળ્યા છે. લોન્ચિંગના સમયે પબજી મોબાઈલ ઈન્ડિયાને ડાઉનલોડ કરવા અને રમનાર તમામ પ્લેયર્સને આ વેલકમ ગિફ્ટ આપવામાં આવશે.
પબજી રમનારાઓને શું મળશે ખાસ......
લીક ડીટેલ અનુસાર PUBG Mobile India નું વેલકમ ગિફ્ટ એક રિવોર્ડ ક્રેટ થશે તેમાં અનારકલી હેડગિયર, અનારકલી સેટ અને એક ક્લાસિક ક્રેટ કૂપન હશે. આ તમામ PUBG Mobile ગ્લોબલના બીટા વર્ઝનમાં જોવામાં આવ્યા છે. તેના બાદ એવી અટકળો ચાલી રહી છે કે, હાલમાં તેની ટેસ્ટિંગ ચાલી રહી છે. એવામાં PUBG Mobile Indiaના લોન્ચ સમયે આ રિવોર્ડ બદલી શકાશે અથવા તો આ જ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement