શોધખોળ કરો

BSNLની નવી ઓફર, 200Mbpsની સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ, મળશે 5000GB ડેટાનો લાભ

BSNLએ તેના બ્રોડબેન્ડ ગ્રાહકો માટે નવો પ્લાન રજૂ કર્યો છે, જેમાં 200Mbpsની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સાથે 5000GB ડેટાનો લાભ મળે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • BSNL એ ₹999 નો નવો 200Mbps ઇન્ટરનેટ પ્લાન લાવ્યો.
  • તેમાં 5000GB FUP, અનલિમિટેડ કોલિંગ, OTT એક્સેસ ઉપલબ્ધ.
  • BSNL FTTH યુઝર્સ માટે ₹150 માં OTT એપ્સનો એક્સેસ.
  • કંપનીએ ₹51 વાળી સિમ ઓફર 31 ઓગસ્ટ સુધી લંબાવી.

BSNLએ પોતાના યુઝર્સ માટે નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને 200Mbpsની સ્પીડથી સુપરફાસ્ટ ઇન્ટરનેટનો લાભ મળશે. ભારત સંચાર નિગમનો આ WiFi પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે, જેઓ ઓછા ખર્ચમાં ઝડપી ઇન્ટરનેટ, ફ્રી કોલિંગ અને OTT જેવા બેનિફિટ્સ ઇચ્છે છે.

999 રૂપિયાનો પ્લાન

BSNLએ પોતાના અધિકૃત X હેન્ડલ પરથી આ પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાનમાં યુઝર્સને ઓપ્ટિકલ ફાઇબરવાળું બ્રોડબેન્ડ કનેક્શન ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની કિંમત 999 રૂપિયા છે. તેમાં મળતા બેનિફિટ્સની વાત કરીએ તો યુઝર્સને સમગ્ર ભારતમાં અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. સાથે જ, યુઝર્સને તેમાં 200Mbpsની સ્પીડથી ઇન્ટરનેટ ઓફર કરવામાં આવે છે. કંપનીએ યુઝર્સ માટે 5000GBનું FUP એટલે કે ફેર યુઝેજ પોલિસીની મર્યાદા નક્કી કરી છે.

ભારત સંચાર નિગમ લિમિટેડે આ પ્લાનમાં યુઝર્સને OTT એપ્સનો પણ ફ્રી એક્સેસ આપ્યો છે. આ પ્લાનમાં Jio Hotstar, Hungama OTT, Zee5, Shemaroo OTT, Sony LIV જેવી OTT એપ્સનો એક્સેસ મળે છે. BSNLનો આ એક માસિક પ્લાન છે, જેમાં ઇન્ટરનેટ ડેટા, OTT અને કોલિંગનો લાભ મળે છે.

સરકારી ટેલિકોમ કંપનીએ તાજેતરમાં પોતાના કરોડો યુઝર્સ માટે ફ્રીડમ ઓફર રજૂ કરી છે. BSNL યુઝર્સને ફ્રીડમ ઓફર હેઠળ Sony LIV, Jio Hotstar અને Zee5 ત્રણેય OTT એપ્સનો એક્સેસ માત્ર 150 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. ભારત સંચાર નિગમ લિમિટેડે આ પ્લાનને એન્ટરટેઇનમેન્ટ પેક તરીકે રજૂ કર્યો છે. આ ઓફર BSNLના તમામ નવા અને જૂના FTTH એટલે કે બ્રોડબેન્ડ યુઝર્સ માટે છે. આ પેકની કિંમત 199 રૂપિયા છે. ફ્રીડમ ઓફરમાં આ પેક 150 રૂપિયામાં મળશે એટલે કે તેની કિંમતમાં 49 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

51 રૂપિયાનો પ્લાન થયો એક્સટેન્ડ

BSNLએ પોતાના 51 રૂપિયાવાળા ઓફરને 31 ઓગસ્ટ સુધી એક્સટેન્ડ કરી દીધો છે. આ પ્લાનમાં નવા યુઝર્સને માત્ર 51 રૂપિયામાં જ BSNLનું સિમ મળી રહ્યું છે. આ પ્લાનમાં યુઝર્સને સમગ્ર એક મહિના માટે દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટા અને 100 ફ્રી SMSનો લાભ આપવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં, ભારત સંચાર નિગમ લિમિટેડના આ પ્લાનમાં યુઝર્સને સમગ્ર ભારતમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ આપવામાં આવી રહ્યો હતો.

Advertisement

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરી 2027થી WhatsApp વાપરવાના નિયમો બદલાશે: ફોનમાં SIM કાર્ડ વિના એકાઉન્ટ બંધ થશે
1 જાન્યુઆરી 2027થી WhatsApp વાપરવાના નિયમો બદલાશે: ફોનમાં SIM કાર્ડ વિના એકાઉન્ટ બંધ થશે
દેશમાં સાયબર કટોકટી? 6 દિવસમાં SBI થી પોલીસ સુધી 4 મોટા એલર્ટ; શું છે ડેટા લીકની હકીકત?
દેશમાં સાયબર કટોકટી? 6 દિવસમાં SBI થી પોલીસ સુધી 4 મોટા એલર્ટ; શું છે ડેટા લીકની હકીકત?
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
Embed widget