શોધખોળ કરો

આ નંબરથી શરૂ થતા નકલી ઇન્ટરનેશનલ કોલથી સાવધાન! સરકારની મોટી ચેતવણી, 1 ભૂલ કરશે બેંક ખાલી

સાયબર ગુનેગારો હવે 'કોલર આઈડી સ્પૂફિંગ'નો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવી રહ્યા છે. જાણો આ નવી છેતરપિંડીથી કેવી રીતે બચવું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • +91 થી શરૂ થતા કોલ્સ પર વિશ્વાસ ન કરો.
  • કોલર આઈડી સ્પૂફિંગ દ્વારા ગુનેગારો છેતરપિંડી કરે છે.
  • સુરક્ષા માટે અંગત માહિતી ક્યારેય શેર કરશો નહીં.
  • શંકાસ્પદ કોલ તરત કાપી, સંચાર સાથી પર ફરિયાદ કરો.

dot caller id spoofing alert: જો તમને +91 થી શરૂ થતા નંબર પરથી કોઈ ઇન્ટરનેશનલ કોલ આવે, તો ચેતી જજો! ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સ્માર્ટફોન યુઝર્સ માટે સાયબર ફ્રોડને લઈને એક મોટી ચેતવણી જાહેર કરી છે. સાયબર ગઠિયાઓ હવે નવી ટેકનિકથી લોકોને નિશાન બનાવી રહ્યા છે. તેઓ +91 કોડવાળા નંબરથી કોલ કરીને પોતાને વિદેશથી બોલતા હોવાનો દાવો કરે છે. તમારી એક નાનકડી ભૂલ તમારું બેંક એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી કરી શકે છે. ડરનો માહોલ ઊભો કરીને OTP અને બેંકની વિગતો ચોરતી આ ગેંગથી કેવી રીતે બચવું, ચાલો વિગતે સમજીએ.

આ નકલી કોલ્સ કેવી રીતે થાય છે?

DoT ના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારો હવે 'કોલર આઈડી સ્પૂફિંગ' જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ટેકનિકથી તેઓ કોઈપણ અજાણ્યા નંબરને અસલી અને ભરોસાપાત્ર બતાવી શકે છે જેથી લોકો સરળતાથી તેમની જાળમાં ફસાઈ જાય.

હકીકતમાં, +91 એ ભારતનો કન્ટ્રી કોડ છે. જો કોઈ સાચો ઇન્ટરનેશનલ કોલ હોય, તો તે હંમેશા તે દેશના જ કોડથી શરૂ થાય છે જ્યાંથી કોલ કરવામાં આવી રહ્યો હોય. એટલે જો નંબર +91 થી શરૂ થતો હોય અને સામેવાળી વ્યક્તિ ઇન્ટરનેશનલ કોલ હોવાનો દાવો કરે, તો સમજી લેવું કે આ 100% છેતરપિંડી છે.

સ્કેમર્સ કેવી રીતે ડરાવે છે અને વિગતો ચોરે છે?

આવા કોલ્સમાં ભેજાબાજો પોતાને ટેલિકોમ અધિકારી, પોલીસકર્મી, બેંક કર્મચારી અથવા કોઈ કુરિયર ડિલિવરી એજન્ટ તરીકે ઓળખાવે છે. તેઓ યુઝર્સને ડરાવવા માટે આવી ધમકીઓ આપે છે:

તમારું સિમ કાર્ડ થોડા કલાકોમાં નિષ્ક્રિય (બંધ) થઈ જશે.

તમારું બેંક એકાઉન્ટ બ્લોક થવાનું છે.

તમારા નામે મોકલાયેલું કોઈ ગેરકાયદેસર પાર્સલ કસ્ટમમાં પકડાયું છે.

આવો ડર બતાવીને તેઓ તમારી પાસેથી બેંકની વિગતો, OTP અને પાસવર્ડ જેવી અંગત માહિતી પડાવી લે છે. ઘણીવાર તો તેઓ મોબાઈલમાં નકલી લિંક મોકલીને આખો ફોન હેક કરી લે છે, જેનાથી તમારું બેંક એકાઉન્ટ જોખમમાં મુકાઈ જાય છે.

આ પણ વાંચોઃ સ્માર્ટફોનમાં વાયરસ કે UPI ફ્રોડનો ડર ભૂલી જાવ! આજે જ ડાઉનલોડ કરો આ ખાસ સરકારી એપ

છેતરપિંડીથી બચવા શું કરવું?

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ આ અંગે ખાસ પોસ્ટ શેર કરીને લોકોને જાગૃત કર્યા છે. સરકાર સતત સ્કેમ એલર્ટ અને સાયબર સેફ્ટી અભિયાનો ચલાવી રહી છે. આ ફ્રોડથી બચવા માટે આટલું ખાસ ધ્યાન રાખો:

માહિતી શેર ન કરો: કોઈપણ અજાણ્યા કોલર સાથે તમારી વ્યક્તિગત કે નાણાકીય માહિતી (OTP, પિન કે પાસવર્ડ) ક્યારેય શેર ન કરો.

તરત ફોન કાપો: જો કોઈ કોલ શંકાસ્પદ લાગે અથવા સામેથી કોઈ ધમકી આપે, તો ગભરાયા વગર તરત જ ફોન કાપી નાખો.

ફરિયાદ કરો: આવા નકલી નંબરો અને છેતરપિંડીની જાણ સરકારના સંચાર સાથી (Sanchar Saathi) પ્લેટફોર્મ પર અચૂક કરો. આ પ્લેટફોર્મ તમને ટેલિકોમ અને સાયબર સુરક્ષા પૂરી પાડે છે.

આ પણ વાંચોઃ વિઝા ફ્રોડનો શિકાર બન્યા છો? તાત્કાલિક 1930 પર કરો કોલ! છેતરપિંડીથી બચવા પોલીસની આ 3 ટીપ્સ ખાસ વાંચો

Frequently Asked Questions

+91 થી શરૂ થતા ઇન્ટરનેશનલ કોલ્સથી શા માટે ચેતવું જોઈએ?

+91 એ ભારતનો કન્ટ્રી કોડ છે. જો કોલ +91 થી શરૂ થાય અને તેને ઇન્ટરનેશનલ કોલ કહેવામાં આવે, તો તે 100% છેતરપિંડી છે.

કોલર આઈડી સ્પૂફિંગ એટલે શું?

કોલર આઈડી સ્પૂફિંગ એ એક ટેકનિક છે જેમાં સાયબર ગુનેગારો અજાણ્યા નંબરને અસલી અને ભરોસાપાત્ર બતાવી શકે છે. આનાથી તેઓ સરળતાથી લોકોને છેતરી શકે છે.

સ્કેમર્સ કોલ દ્વારા કેવી રીતે લોકોને ડરાવે છે?

સ્કેમર્સ પોતાને અધિકારી જણાવીને સિમ કાર્ડ બંધ થવાની, બેંક એકાઉન્ટ બ્લોક થવાની કે ગેરકાયદેસર પાર્સલ પકડાયાની ધમકી આપી ડરાવે છે.

આ પ્રકારની છેતરપિંડીથી બચવા શું કરવું જોઈએ?

કોઈપણ અજાણ્યા કોલર સાથે વ્યક્તિગત કે નાણાકીય માહિતી શેર ન કરો અને શંકાસ્પદ કોલ તરત જ કાપી નાખો.

નકલી કોલ્સ અને છેતરપિંડીની ફરિયાદ ક્યાં કરવી?

આવા નકલી નંબરો અને છેતરપિંડીની જાણ સરકારના સંચાર સાથી (Sanchar Saathi) પ્લેટફોર્મ પર કરવી જોઈએ.

ટોપ સ્ટોરી

હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget