શોધખોળ કરો

સ્માર્ટફોનમાં વાયરસ કે UPI ફ્રોડનો ડર ભૂલી જાવ! આજે જ ડાઉનલોડ કરો આ ખાસ સરકારી એપ

mKavach 2 એપ તમારા ફોનને હેકર્સથી બચાવશે, જાણો આ એન્ડ્રોઇડ એપના 6 શાનદાર ફીચર્સ વિશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકારે 'mKavach 2' એપ લોન્ચ કરી, ડિજિટલ સુરક્ષા પ્રદાન કરશે.
  • આ એપ ફોનમાં માલવેર, વાયરસ અને અનધિકૃત એપ્સ શોધી કાઢશે.
  • સિક્યોરિટી એડવાઈઝર, થ્રેટ એનાલાઇઝર જેવી અનેક સુવિધાઓ મળશે.
  • તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ મફતમાં ડાઉનલોડ કરી શકો છો.

mKavach 2 app download: આજના ડિજિટલ યુગમાં આપણી બેંકની વિગતોથી લઈને તમામ અંગત માહિતી સ્માર્ટફોનમાં કેદ હોય છે. આપણું કામ જેટલું સહેલું બન્યું છે, તેની સાથે સાયબર ક્રાઈમ, વાયરસ અને UPI ફ્રોડનો ખતરો પણ એટલો જ વધી ગયો છે. જો તમને પણ OTP ચોરાઈ જવાના કે ઓનલાઈન છેતરપિંડીના ડર સતાવતા હોય, તો ભારત સરકારે ખાસ તમારા માટે એક જોરદાર 'mKavach 2' (એમકવચ 2) નામની એપ લોન્ચ કરી છે. આ એક એવું મજબૂત સરકારી કવચ છે જે તમારા ફોનને તમામ ડિજિટલ જોખમોથી બચાવશે.

ઘણીવાર આપણા ફોનમાં છૂપી રીતે માલવેર, સ્પાયવેર કે વાયરસ ઘૂસી જાય છે અને આપણને બેંકમાંથી પૈસા કપાઈ ગયા પછી જ તેની જાણ થાય છે. આ જ સમસ્યાના ઉકેલ માટે સરકારે ખાસ ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને આ 'mKavach 2' એપ બનાવી છે. આ એપ તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં રહીને સતત સુરક્ષા પર નજર રાખે છે અને કોઈ પણ ખતરો દેખાય કે તરત જ તમને એલર્ટ કરી દે છે, જેથી તમે મોટું નુકસાન થતાં પહેલાં જ સમયસર પગલાં લઈ શકો.

mKavach 2 એપના 6 શાનદાર ફીચર્સ:

સિક્યોરિટી એડવાઈઝર (Security Advisor): આ ફીચર તમારા આખા ફોનનું ચેકિંગ કરે છે અને જો કોઈ અસુરક્ષિત સેટિંગ્સ કે અનનોન સોર્સ (અજાણ્યા સોર્સ) ઓન રહી ગયા હોય તો તમને તરત જ ચેતવણી આપે છે.

થ્રેટ એનાલાઇઝર (Threat Analyzer): આ એપ એડવાન્સ મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોનમાં છુપાયેલી એવી ખતરનાક એપ્સને શોધી કાઢે છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

પ્રતિબંધિત અને છુપી એપનું સ્કેનિંગ: જો તમારા ફોનમાં એવી કોઈ એપ ડાઉનલોડ થઈ ગઈ હોય જે ભારતમાં બેન (Ban) હોય અથવા તો છુપાઈને ડેટા ચોરતી હોય, તો આ એપ તેને શોધી કાઢે છે.

એડવેર સ્કેનર (Adware Scanner): ફોનમાં વારંવાર નકામી જાહેરાતો (Ads) બતાવતી એપ્સને સ્કેન કરીને આ એપ તમને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે.

એપ અપડેટ ચેકર: આ ફીચર એ બધી જૂની એપ્સનું લિસ્ટ બતાવે છે, જેને લાંબા સમયથી અપડેટ કરવામાં નથી આવી. કારણ કે જૂની એપ્સ દ્વારા હેકર્સ ફોનમાં સરળતાથી ઘૂસી શકે છે.

એપ વેરિફાયર: આ ફીચર તમારા ફોનમાં રહેલી અસલી અને નકલી (Fake) એપ્સની ઓળખ કરી આપે છે.

આ એપ શા માટે 100% સેફ છે અને તેને ક્યાંથી ડાઉનલોડ કરવી?

ભારત સરકારની આ 'mKavach 2' એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમારી પ્રાઈવસીનું પૂરું ધ્યાન રાખે છે. તે તમારો કોઈપણ વ્યક્તિગત ડેટા ક્યારેય એકઠો કરતી નથી. આ એપ ચૂપચાપ ફોનના બેકગ્રાઉન્ડમાં કામ કરે છે અને જ્યારે કોઈ રિસ્ક લાગે ત્યારે જ તમને નોટિફિકેશન મોકલે છે. જો તમે એન્ડ્રોઇડ (Android) યુઝર છો, તો તમે તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર જઈને આ સરકારી એપ તદ્દન ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. આ એપ માત્ર ભારતીય યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Frequently Asked Questions

mKavach 2 એપ શું છે?

mKavach 2 એ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક સુરક્ષા એપ છે. તે તમારા સ્માર્ટફોનને સાયબર ક્રાઈમ, વાયરસ અને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવામાં મદદ કરે છે.

mKavach 2 એપ કેવી રીતે કામ કરે છે?

આ એપ તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં રહીને સતત સુરક્ષા પર નજર રાખે છે. જો કોઈ ખતરો દેખાય તો તે તરત જ તમને એલર્ટ કરે છે, જેથી તમે નુકસાન થતાં પહેલાં પગલાં લઈ શકો.

mKavach 2 એપના મુખ્ય ફીચર્સ કયા છે?

આ એપમાં સિક્યોરિટી એડવાઈઝર, થ્રેટ એનાલાઈઝર, પ્રતિબંધિત અને છુપી એપ સ્કેનિંગ, એડવેર સ્કેનર, એપ અપડેટ ચેકર અને એપ વેરિફાયર જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

શું mKavach 2 એપ મારી પ્રાઈવસી સુરક્ષિત રાખે છે?

હા, mKavach 2 એપ તમારી પ્રાઈવસીનું પૂરું ધ્યાન રાખે છે. તે તમારો કોઈપણ વ્યક્તિગત ડેટા ક્યારેય એકઠો કરતી નથી.

mKavach 2 એપ ક્યાંથી ડાઉનલોડ કરી શકાય?

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમે તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી mKavach 2 એપ તદ્દન ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.

ટોપ સ્ટોરી

PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

વિડિઓઝ

Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
Embed widget