શોધખોળ કરો

Elon Muskને જીવથી મારી નાંખવાનો ખતરો, બોલ્યા- કોઇ મારી શકે છે ગોળી, નથી ફરતો ખુલ્લી કારમાં.........

એલન મસ્ક ટ્વીટર સ્પેસ પર જોડાયેલા હા, તે દરમિયાન એક સવાલનો જવાબ આપતા તેમને કહ્યું કે, કોઇપ મારી હત્યા કરી શકે છે,

Elon Musk: દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્ક છેલ્લા કેટલાય સમયથી ખુબ ચર્ચામાં છે. હવે તેને એક ચોંકાવનારુ નિવેદન આપીને બધાને સ્તબ્ધ કરી દીધા છે. ટ્વીટરના નવા માલિક એલન મસ્કે કહ્યું કે, તેના જીવને ખતરો છે, તેને કોઇ ગોળી મારી શકે છે, આ કારણથી તે કોઇપણ ખુલ્લી કારમાં ફરવાનું પસંદ નથી કરતો. 

ખરેખરમાં, એલન મસ્ક ટ્વીટર સ્પેસ પર જોડાયેલા હા, તે દરમિયાન એક સવાલનો જવાબ આપતા તેમને કહ્યું કે, કોઇપ મારી હત્યા કરી શકે છે, અને જો કોઇ કોઇને પણ મારવા ઇચ્છે તો તે એટલુ અઘરુ કામ નથી, જોકે, આશા રાખુ છું કે મારી સાથે આવુ ના થાય. એલન આગળ બોલ્યા - હું ખરેખરમાં કોઇ ખુલ્લી ગાડીમાં નથી ફરી શકતો.  

એલન મસ્કે આગળ કહ્યું - આપણ એક એવુ ભવિષ્ય જોવા માંગીએ છીએ, જ્યાં ઉત્પીડનનુ કારણ ના હોય, એક એવુ પ્લેટફોર્મ (Platform) બને જ્યાં વાતોને દબાવવામાં ના આવે, આપણ કોઇપણ જાતના ડર વિના ખુલ્લી રીતે પોતાનો મત વ્યક્ત કરી શકીએ, પોતાની વાતો કહી શકીએ. તેમને એ પણ કહ્યું કે જ્યાં સુધી કોઇ કોઇને નુકશાન ના પહોંચાડે ત્યાં સુધી તેને કહેવાની અનુમતિ હોવી જોઇએ. 

Twitter વિશે ઇલોન મસ્કના દાવાઓનો પર્દાફાશ, હેટ સ્પીચના કેસોમાં થયો વધારો - અહેવાલમાં થયો ખુલાસો - 

Hate Speech on Twitter: ટ્વિટરના નવા માલિક ઇલોન મસ્કના દાવાનો પર્દાફાશ થયો છે. એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે જ્યારથી ઇલોન મસ્કે ટ્વિટર મેળવ્યું છે ત્યારથી ટ્વિટર પર નફરતભર્યા ભાષણોનો પૂર આવી ગયો છે. તે જ સમયે, મસ્કે દાવો કર્યો કે તેમના નેતૃત્વમાં ટ્વિટર પર નફરતના ભાષણમાં મોટો ઘટાડો થયો છે. તેણે ગયા મહિને જ દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા સાઈટ પર નફરતની ટ્વીટ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

જ્યારથી મસ્કે ટ્વિટર હસ્તગત કર્યું ત્યારથી તે તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે ટ્વિટર માટે નવી નીતિ બનાવી, કંપનીમાં મોટા પાયે છટણી કરી, અને કામ કરવાની સિસ્ટમમાં પણ ફેરફાર કર્યો. તેમની આ બધી કૃતિઓની ઘણી ટીકા થઈ હતી. અપ્રિય ભાષણમાં ઘટાડો થયો હોવાનો દાવો કરીને, તેમણે લખ્યું કે 'પ્રી-સ્પાઇક લેવલથી હેટ સ્પીચની છાપ એક તૃતીયાંશ ઘટી છે'. ટ્વિટર ટીમને અભિનંદન! જો કે હવે તેમના આ દાવાનો પર્દાફાશ થયો છે.

ઇલોન મસ્કના દાવાના હવા નીકળી ગઈ - 
સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટ એન્ડ ધ એન્ટી ડિફેમેશન લીગના અહેવાલે ઇલોન મસ્કના દાવાઓને ખોટા ઠેરવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારથી મસ્કએ ટ્વિટરને હસ્તગત કર્યું છે, ત્યારથી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરત ફેલાવતી પોસ્ટ્સ નાટકીય રીતે વધી છે. સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે મસ્કના નેતૃત્વમાં 2022 સુધીમાં ટ્વિટર પર દ્વેષયુક્ત ભાષણ સરેરાશ ત્રણ ગણું વધી ગયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ગે પુરૂષો અને ટ્રાન્સ વ્યક્તિઓ સામે સ્લર્સનો ઉપયોગ અનુક્રમે 58% અને 62% વધ્યો છે.

ટ્વિટર માટે ચિંતા વધી -
તે જ સમયે, એન્ટી-ડિફેમેશન લીગે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તેના ડેટા દર્શાવે છે કે એન્ટીસેમિટિક સામગ્રીમાં વધારો થયો છે, જ્યારે સેમિટિક પોસ્ટ્સની મધ્યસ્થતામાં ઘટાડો થયો છે. બંને જૂથોએ ટ્વિટર પર જે જોઈ રહ્યાં છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે, જે વિશ્વના સૌથી પ્રભાવશાળી કોમ્યુનિકેશન પ્લેટફોર્મ પૈકી એક છે. એન્ટી-ડિફેમેશન લીગે બગડતી પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી છે. ખાસ વાત એ છે કે આ બંને રિપોર્ટ કેન્યે વેસ્ટના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કર્યાના થોડા કલાકો બાદ જ આવ્યા છે.

હેટ સ્પીચ પર મસ્કનો દાવો - 
અગાઉ, ઇલોન મસ્ક દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે નફરતભર્યા ભાષણમાં ઘટાડો થયો છે. તેણે તેને લગતો ગ્રાફ પણ શેર કર્યો. મસ્ક દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ગ્રાફમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 20 ઓક્ટોબર, 2022 સુધીમાં ટ્વિટર પર નફરતભર્યા ભાષણને લગતી પોસ્ટની સંખ્યા એક કરોડને વટાવી ગઈ હતી. મસ્કે ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પોસ્ટમાં જોઈ શકાય છે કે 22 નવેમ્બર, 2022 સુધીમાં, અપ્રિય ભાષણ સંબંધિત પોસ્ટની સંખ્યા ઘટીને લગભગ 25 લાખ થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget