શોધખોળ કરો

AI માનવતાનો નાશ કરશે? એલોન મસ્કે આપી ભયાનક ચેતવણી, જાણો ઓપન AI સામે કેમ કર્યો કેસ

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે કોર્ટમાં જણાવ્યું છે કે જો આપણે સાવચેત નહીં રહીએ, તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માનવ સભ્યતાનો અંત લાવી શકે છે. જાણો શું છે સમગ્ર વિવાદ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એલોન મસ્કે AI વિકાસ અંગે માનવજાતિ માટે ગંભીર ચેતવણી આપી.
  • ઓપન-AI અને સેમ ઓલ્ટમેન સામે નફાખોરીનો આરોપ મુક્યો.
  • AI માનવ બુદ્ધિને પાછળ છોડી સભ્યતાનો વિનાશ કરી શકે.
  • માનવો અને મશીનોના ભવિષ્ય પર આ કેસની મોટી અસર.

Elon Musk AI warning: શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવનારા સમયમાં માનવજાત માટે મોટો ખતરો બની શકે છે? આ સવાલનો જવાબ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના CEO એલોન મસ્કે 'હા' માં આપ્યો છે. હાલમાં જ ઓપન-AI (OpenAI) અને તેના CEO સેમ ઓલ્ટમેન સામે ચાલી રહેલા કોર્ટ કેસ દરમિયાન મસ્કે એક ભયાનક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે રીતે AI નો વિકાસ થઈ રહ્યો છે, જો આપણે પૂરતી સાવચેતી નહીં રાખીએ તો તે માનવ સભ્યતાનો સર્વનાશ કરી શકે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે માનવતાના ભલા માટે તેમણે જે કંપનીની સ્થાપના કરી હતી, તે હવે માઈક્રોસોફ્ટ સાથે મળીને માત્ર નફો કમાવવાનું મશીન બની ગઈ છે.

ખરેખર, એલોન મસ્ક અને ઓપન-AI વચ્ચે અત્યારે એક મોટી કાનૂની લડાઈ ચાલી રહી છે. મસ્કે કોર્ટરૂમમાં પોતાની વર્ષો જૂની ચિંતાઓ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ઘણા સમયથી દુનિયાને AI ના જોખમો વિશે ચેતવી રહ્યા છે. તેમણે 2015 નો એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો. મસ્કના જણાવ્યા અનુસાર, જ્યારે 2015 માં તેમણે ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ સાથે AI ની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી, ત્યારે લેરી પેજે તેમને 'સ્પેસિસ્ટ' (માત્ર માનવ પ્રજાતિનો પક્ષ લેનાર) કહીને તેમની વાત ટાળી દીધી હતી. લેરી પેજ માનતા હતા કે AI દુનિયાને એક સુંદર સ્વર્ગ જેવી બનાવશે, પરંતુ મસ્કને ડર હતો કે આ ટેકનોલોજી સમગ્ર માનવજાતનો નાશ કરી શકે છે.

પોતાની વાતને વધુ સારી રીતે સમજાવવા માટે મસ્કે કોર્ટમાં હોલીવુડની બે પ્રખ્યાત ફિલ્મોનો દાખલો આપ્યો હતો. તેમણે કહ્યું, "અમે 'ટર્મિનેટર' ફિલ્મ જેવું વિનાશક ભવિષ્ય નથી ઈચ્છતા, પરંતુ અમે 'સ્ટાર ટ્રેક' જેવી આશાવાદી અને સારી દુનિયા ઈચ્છીએ છીએ." મસ્કે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે હવે એ દિવસ દૂર નથી જ્યારે AI મનુષ્યના મગજ અને બુદ્ધિને પણ પાછળ છોડી દેશે. આ ટેકનોલોજી જેટલી સ્પીડથી આગળ વધશે, એટલો જ મોટો ખતરો ભવિષ્યમાં ઊભો થશે.

આ પણ વાંચોઃ સ્માર્ટફોનમાં વાયરસ કે UPI ફ્રોડનો ડર ભૂલી જાવ! આજે જ ડાઉનલોડ કરો આ ખાસ સરકારી એપ

મસ્કનો સીધો આરોપ છે કે ઓપન-AI પોતાના મૂળ ઉદ્દેશ્યથી ભટકી ગઈ છે અને હવે તે માત્ર પૈસા પાછળ દોડી રહી છે. હવે આ કેસની સુનાવણી કોર્ટમાં ઘણા અઠવાડિયા સુધી ચાલશે. આ લડાઈ માત્ર પૈસા કે કોન્ટ્રાક્ટ પૂરતી સીમિત નથી, પરંતુ માણસો અને મશીનોના ભવિષ્ય સાથે જોડાયેલી છે. શું મસ્કનો આ ડર સાચો છે? કે પછી AI ખરેખર આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે? આ સવાલોના જવાબ અને કોર્ટના ચુકાદા પર હવે આખી દુનિયાની નજર ટકેલી છે.

Frequently Asked Questions

શું એલોન મસ્ક માને છે કે AI માનવજાત માટે ખતરો છે?

હા, એલોન મસ્ક માને છે કે AI જો પૂરતી સાવચેતી ન રાખવામાં આવે તો માનવ સભ્યતાનો સર્વનાશ કરી શકે છે. તેઓ AI ના વિકાસ અંગે ભયાનક ચેતવણી આપી રહ્યા છે.

એલોન મસ્ક અને ઓપન-AI વચ્ચે શા માટે કાનૂની લડાઈ ચાલી રહી છે?

એલોન મસ્કનો આરોપ છે કે ઓપન-AI પોતાના મૂળ ઉદ્દેશ્યથી ભટકી ગઈ છે અને હવે માત્ર નફો કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ બાબતે તેમની કાનૂની લડાઈ ચાલી રહી છે.

AI ના ભવિષ્ય અંગે એલોન મસ્કને કેવા પ્રકારની ચિંતાઓ છે?

મસ્ક ચિંતિત છે કે AI મનુષ્યના મગજ અને બુદ્ધિને પાછળ છોડી શકે છે, જેના કારણે ભવિષ્યમાં મોટો ખતરો ઊભો થઈ શકે છે. તેઓ 'ટર્મિનેટર' જેવું વિનાશક ભવિષ્ય નથી ઇચ્છતા.

શું એલોન મસ્ક પહેલા પણ AI ના જોખમો વિશે ચેતવણી આપી ચૂક્યા છે?

હા, મસ્ક ઘણા સમયથી AI ના જોખમો વિશે દુનિયાને ચેતવી રહ્યા છે. ૨૦૧૫માં તેમણે લેરી પેજ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Embed widget