શોધખોળ કરો

ટચ કન્ટ્રૉલ, 30 કલાકનો બેટરી ટાઇમ, સરાઉન્ડ સાઉન્ડ, સસ્તી કિંમતે લૉન્ચ થયા આ ધાંસૂ ઇયરબડ્સ

Itel S9 Ultra Earbuds: itel એ તેની લેટેસ્ટ ઓફરમાં 400 mAh બેટરી પ્રદાન કરી છે, જે 30 કલાકનો પ્લેટાઇમ આપે છે. આ સાથે તેઓ AI એન્વાયર્નમેન્ટલ નૉઈઝ કેન્સલેશન (ENC) ટેકનોલોજીથી સજ્જ છે

Itel S9 Ultra Earbuds: જો તમે સસ્તા ભાવે ઉત્તમ સુવિધાઓથી સજ્જ ઇયરબડ્સ શોધી રહ્યા છો, તો itel તેની નવી ઓફર સાથે અહીં છે. કંપનીએ ભારતમાં તેના નવા વાયરલેસ ઇયરબડ્સ S9 અલ્ટ્રા લૉન્ચ કર્યા છે. આ ઇયરબડ્સ ડ્યૂઅલ ટૉન ડિઝાઇનમાં પર્લસેન્ટ ફિનિશ સાથે લૉન્ચ કરવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે આ ઇમર્સિવ 360 ડિગ્રી સરાઉન્ડ સાઉન્ડ પ્રદાન કરે છે, જે સંગીત સાંભળવાના અનુભવને સુધારે છે. ચાલો તેના અન્ય લક્ષણો વિશે જાણીએ.

30 કલાકનો પ્લેટાઇમ - 
itel એ તેની લેટેસ્ટ ઓફરમાં 400 mAh બેટરી પ્રદાન કરી છે, જે 30 કલાકનો પ્લેટાઇમ આપે છે. આ સાથે તેઓ AI એન્વાયર્નમેન્ટલ નૉઈઝ કેન્સલેશન (ENC) ટેકનોલોજીથી સજ્જ છે, જે કૉલ દરમિયાન આસપાસના અવાજને દૂર કરે છે અને એકદમ સ્પષ્ટ અવાજ સાથે કૉલિંગ અનુભવ આપે છે. આ ઇયરબડ્સને પાણી પ્રતિકાર માટે IPX5 રેટિંગ મળ્યું છે. આનો અર્થ એ છે કે તેઓ પાણીના હળવા છાંટા કે પરસેવાના છાંટામાં પણ કોઈપણ વિક્ષેપ વિના કામ કરી શકે છે. આ કારણે બહારની પ્રવૃત્તિઓ અને વર્કઆઉટ દરમિયાન પણ તેનો ઉપયોગ કોઈપણ તણાવ વિના કરી શકાય છે.

કેવી છે કનેક્ટિવિટી ? 
ઝડપી અને સ્થિર કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ 5.3 ટેકનોલોજી આપવામાં આવી છે. તેમાં ફીટ કરાયેલા 10mm ડ્રાઇવ અવાજ પહોંચાડવામાં સુધારો કરે છે. આ સાથે, તેમાં ટચ કંટ્રૉલ અને વૉઇસ એક્ટિવેશન સપૉર્ટ પણ આપવામાં આવ્યો છે. સંગીત વગાડવું હોય કે કૉલ રિસીવ કરવો હોય, બધું જ ફક્ત એક ટચથી કરી શકાય છે. ચાર્જિંગ માટે itel S9 Ultra માં ટાઇપ-C પૉર્ટ આપવામાં આવ્યો છે. આ સ્પેસ ગ્રે અને ડીઝલ બ્લેક કલર વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

કેટલી છે કિંમત ? 
કંપનીએ S9 અલ્ટ્રા 899 રૂપિયામાં લૉન્ચ કર્યો છે. આ દેશભરના રિટેલ સ્ટૉર્સમાંથી ખરીદી શકાય છે અને કંપની તેના પર એક વર્ષની વોરંટી પણ આપી રહી છે.

આ પણ વાંચો

2 વર્ષ સુધી ફ્રીમાં YouTube Premium, આ કંપનીએ માર્કેટમાં મચાવી ધમાલ, જુઓ પ્લાન્સ

ટોપ સ્ટોરી

કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget