શોધખોળ કરો

AC Use Hacks: ગરમીમાં મનાલી જેવી ઠંડકનો થશે અહેસાસ અને વીજળીનું બિલ પણ ઘટશે; બસ અપનાવો આ ટ્રિક્સ

AC Use Hacks: ગરમીથી રાહત મેળવવાની વાત આવે ત્યારે, AC ઘણીવાર એકમાત્ર ઉપાય હોય છે. જો કે, AC ચલાવવાથી ઘણીવાર ઊંચા વીજળી બિલની ચિંતા થાય છે. આજે, અમે તમને તે ચિંતાઓ દૂર કરવામાં મદદ કરવા માટે કેટલાક હેક્સ શેર કરી રહ્યા છીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બારી-બારણાં સંપૂર્ણ બંધ રાખો, બહારની ગરમ હવા પ્રવેશતા રોકો.
  • સમયસર AC સર્વિસિંગ કરાવો, વીજળી બચાવો અને ઠંડક વધારો.
  • ACનું તાપમાન 24 ડિગ્રી પર રાખો, વધુ ઠંડક વીજળી બિલ વધારે.
  • AC સાથે સીલિંગ ફેન ચાલુ રાખો, હવા ઝડપી ફેલાવો.

AC Use Hacks: દેશના અનેક ભાગોમાં ગરમી એટલી બધી વધી ગઈ છે કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. 45 ડિગ્રીથી પાર પહોંચેલા તાપમાનમાં કુલર અને પંખા પણ નકામા સાબિત થઈ રહ્યા છે. હવે ગરમીથી રાહત મેળવવાનો એકમાત્ર રસ્તો AC જ બચ્યો છે. મોટાભાગના લોકોને એસી ચલાવતી વખતે વીજળીના બિલની ટેન્શન રહે છે. દરરોજ થોડા કલાકો સુધી એસી વાપરવાથી વીજળીનું બિલ ઘણું વધી જાય છે. તેથી લોકો ખૂબ જ સાચવીને એસી વાપરે છે. આજે અમે તમારા માટે કેટલાક એવા હેક્સ (Hacks) લાવ્યા છીએ, જે વીજળી પણ બચાવશે અને તમારા રૂમને મનાલી જેવો ઠંડો કરી દેશે.

ખૂબ કામ આવશે આ AC Use Hacks

બારી-બારણાં પૂરી રીતે બંધ રાખો: એસી વાપરતી વખતે વેન્ટિલેશનની જરૂર પડતી નથી. તેથી રૂમના બારી અને બારણાં પૂરી રીતે બંધ રાખો. જો બારી કે દરવાજો થોડો પણ ખુલ્લો હોય તો બહારની ગરમ હવા અંદરનું ટેમ્પરેચર વધારી શકે છે અને એસીએ કુલિંગ માટે વધુ મહેનત કરવી પડશે. આનાથી વીજળીનો વપરાશ વધે છે. રૂમને પૂરી રીતે પેક રાખીને તમે કુલિંગ વધારી શકો છો અને વીજળીનો વપરાશ પણ ઘટાડી શકો છો.

આ પણ વાંચો... આ નંબરથી શરૂ થતા નકલી ઇન્ટરનેશનલ કોલથી સાવધાન! સરકારની મોટી ચેતવણી, 1 ભૂલ કરશે બેંક ખાલી

એસીની જાળવણી પણ છે જરૂરી: દર વખતે ઉનાળો શરૂ થાય તે પહેલા એસીનું સર્વિસિંગ કરાવી લેવું ખૂબ જરૂરી છે. સર્વિસ ન થઈ હોય તો એસી વધુ વીજળી વાપરે છે અને કુલિંગ કાર્યક્ષમતા પણ ઘટી જાય છે. સર્વિસિંગ માટે હંમેશા પ્રોફેશનલ ટેકનિશિયનની મદદ લો.

સાચા ટેમ્પરેચરનો છે બધો ખેલ: ઘણા લોકોને લાગે છે કે એસીનું ટેમ્પરેચર ઓછું સેટ કરવાથી તે જલ્દી કુલિંગ કરે છે. તેથી લોકો 16 અથવા 18 ડિગ્રી પર એસી ચલાવે છે. આવું કરવાથી તમારો રૂમ જલ્દી ઠંડો નહીં થાય, પરંતુ વીજળીનું બિલ ચોક્કસ આસમાને પહોંચી જશે. ઓછું ટેમ્પરેચર જાળવી રાખવા માટે એસીએ વધુ કામ કરવું પડે છે. વીજળીની બચત અને યોગ્ય કુલિંગ માટે એસીનું તાપમાન 24 ડિગ્રી પર સેટ રાખવું જોઈએ.

એસીની સાથે સીલિંગ ફેન પણ વાપરો: આ રીત પણ ખૂબ જ કામની છે. સીલિંગ ફેન ચાલુ રાખવાથી એસીની ઠંડી હવા ઝડપથી આખા રૂમમાં ફેલાઈ જાય છે અને રૂમ જલ્દી ઠંડો થાય છે. આનાથી એસીએ રૂમ ઠંડો રાખવા માટે ઓછું કામ કરવું પડશે અને તેનાથી વીજળીનો વપરાશ પણ ઓછો થશે. તમે ઈચ્છો તો પંખાને ધીમી સ્પીડ પર પણ ચલાવી શકો છો.

Frequently Asked Questions

AC ચલાવતી વખતે વીજળીનું બિલ કેવી રીતે ઘટાડી શકાય?

AC ચલાવતી વખતે રૂમના બારી-બારણાં સંપૂર્ણ બંધ રાખો. 24 ડિગ્રી તાપમાન સેટ કરો અને AC સાથે સીલિંગ ફેનનો ઉપયોગ કરો.

AC ને નિયમિત જાળવણી શા માટે જરૂરી છે?

ઉનાળો શરૂ થાય તે પહેલા AC નું સર્વિસિંગ કરાવવું જરૂરી છે. તેનાથી AC વધુ વીજળી વાપરતું નથી અને કુલિંગ પણ સારું થાય છે.

AC નું તાપમાન કેટલું સેટ કરવું જોઈએ?

AC નું તાપમાન 24 ડિગ્રી પર સેટ રાખવું શ્રેષ્ઠ છે. તેનાથી વીજળીની બચત થાય છે અને યોગ્ય કુલિંગ પણ મળે છે.

AC ની સાથે સીલિંગ ફેન વાપરવાથી શું ફાયદો થાય છે?

AC ની સાથે સીલિંગ ફેન ચાલુ રાખવાથી ઠંડી હવા ઝડપથી ફેલાય છે અને રૂમ જલ્દી ઠંડો થાય છે. આનાથી વીજળીનો વપરાશ પણ ઘટે છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Embed widget