શોધખોળ કરો

હવે કેમેરા અને બેટરી નહીં પણ AI ફીચર્સ પર જોઈને ફોન ખરીદી રહ્યા છે લોકો, નવા રિપોર્ટમાં ખુલાસો

AI Features In Phone: નવો ફોન ખરીદતી વખતે લોકો હવે તપાસ કરી રહ્યા છે કે તેમાં AI ફીચર્સ શામેલ છે કે નહીં. લગભગ 90 ટકા ગ્રાહકો માટે ફોન ખરીદવાનો નિર્ણય AI ફીચર્સથી પ્રભાવિત થઈ રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 89% ભારતીયો ફોન ખરીદતી વખતે AI ફીચર્સને પ્રાધાન્ય આપે છે.
  • AI ફીચર્સ હવે બેટરી અને કેમેરા કરતાં વધુ મહત્વના બન્યા છે.
  • AI નો ઉપયોગ કન્ટેન્ટ, ઉત્પાદકતા અને રોજિંદા કાર્યો માટે થાય છે.
  • ગ્રાહકો દેખાવ અને રંગ માટે વધુ પૈસા ચૂકવવા તૈયાર છે.

AI Features In Phone: ભારતમાં હવે લોકો નવો ફોન ખરીદતી વખતે કેમેરા અને બેટરીની સરખામણીમાં AI Features પર વધુ ધ્યાન આપે છે. એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે લગભગ 89 ટકા લોકો એઆઈ ફીચર્સ જોઈને ફોન ખરીદી રહ્યા છે. આનો અર્થ એ છે કે બેટરી અને બાકી બીજી વસ્તુઓ કરતા હવે એઆઈ ફીચર્સ ગ્રાહકોને વધુ આકર્ષી રહ્યા છે. રિપોર્ટ જણાવે છે કે હવે લોકો સ્પેસિફિકેશન બેઝ્ડ અપગ્રેડની જગ્યાએ એક્સપિરિયન્સ-બેઝ્ડ ડિસિઝન લઈ રહ્યા છે. આ જ કારણ છે કે મોબાઈલ કંપનીઓ પોતાના સ્માર્ટફોન્સમાં એકથી એક ચઢિયાતા  એઆઈ ફીચર આપવા લાગી છે.

AI Features બન્યા ડિસાઈડિંગ ફેક્ટર

Flipkart અને Counterpoint Research ના રિપોર્ટ મુજબ, સ્માર્ટફોનની પસંદગીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે એક કોર ફેક્ટર બની ગયું છે. આશરે 89 ટકા લોકો એઆઈ ફીચર્સ જોઈને ફોન ખરીદવાના નિર્ણય લઈ રહ્યા છે. એઆઈ ધીરે-ધીરે આપણા જીવનમાં મહત્વનું સ્થાન બનાવી રહ્યું છે અને હવે વોઈસ આસિસ્ટન્સથી લઈને કન્ટેન્ટ ક્રિએશન અને પર્સનલાઇઝેશનમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે. ખાસ વાત એ પણ છે કે 15,000-20,000 ની કિંમતવાળા ફોનના સેગમેન્ટમાં પણ લોકો એઆઈ ફીચર્સ પર પૂરૂં ધ્યાન આપી રહ્યા છે. પ્રીમિયમ ફીચર્સની જગ્યાએ હવે લોકોને એઆઈ ફીચર્સ ગમવા લાગ્યા છે.

આ પણ વાંચો... Smart Tv ખરીદતી વખતે વાતનું રાખો ધ્યાન, નહીં તો નહીં માણી શકો ફિલ્મો અને ગેમિંગનો આનંદ

AI નો કેવી રીતે થઈ રહ્યો છે ઉપયોગ?

ફોનમાં એઆઈ ફીચર્સનો ઉપયોગ પણ અલગ-અલગ રીતે થઈ રહ્યો છે. Gen Z યુઝર્સ જ્યાં એઆઈને કન્ટેન્ટ ક્રિએશન અને એન્ટરટેઈનમેન્ટ માટે ઉપયોગ કરી રહ્યા છે, ત્યાં મિલેનિયલ્સ પ્રોડક્ટિવિટી અને પ્લાનિંગમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે. મહિલાઓની વાત કરીએ તો, તેઓ રોજબરોજના કામોમાં મદદ અને લાઈફસ્ટાઇલ જરૂરિયાતો માટે એઆઈ ફીચર્સ યુઝ કરી રહી છે.

લુક અને એસ્થેટિક માટે પણ પૈસા આપવા તૈયાર લોકો

રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે 64 ટકા યુઝર્સને કલરફુલ ડિવાઈસીસ પસંદ છે. લોકોને જો તેમની પસંદગીના કલર અને મટીરિયલવાળા ફોન મળી જાય તો તેઓ આના માટે 5 ટકા સુધી એક્સ્ટ્રા પૈસા આપવા પણ તૈયાર છે. ખાસ કરીને Gen Z, મહિલાઓ અને Tier-2 શહેરોના ગ્રાહકોમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

AI ની મદદથી ફોનનું પરફોર્મન્સ અને બેટરી લાઈફને સુધારી શકાય છે

એઆઈ આવ્યા પછી ફોન પણ બહેતર થઈ ગયા છે અને હવે તેમાં એવા ઘણા ટૂલ્સ મળે છે, જેની મદદથી ફોનની પરફોર્મન્સ અને બેટરી લાઈફને સુધારી શકાય છે. ફોટોગ્રાફી માટે કેમેરા કોચ જેવા ફીચર આવી ગયા છે, જે એકદમ પ્રોફેશનલ ફોટોગ્રાફર જેવી ફોટો લેવામાં મદદ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget